રસ્તા– બ્રિજ સહિતના બાંધકામમાં રાય સરકારના કોન્ટ્રાકટમાં ભારે નામના ધરાવતી જુનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રકશન કંપનીને માર્ગ મકાન વિભાગે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરી છે. ગત તારીખ ૭ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે માઇનોર બ્રિજ અને એપ્રોચના રસ્તાના કામ દરમિયાન માર્ગ મકાન વિભાગના ધ્રોલ પેટા વિભાગીય કચેરીના મદદનીશ ઇજનેર એન.પી. બારડ સાઈડ પર કામની ચકાસણી માટે ગયા હતા અને ત્યારે તેમણે ટેન્ડરની શરત મુજબ સિમેન્ટનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાનું કહેતા આ એજન્સીના કર્મચારી અમિતભાઈ ઝાલાએ બારડને ધમકી આપી, તેના પર હુમલો કરી, જમીનમાં દાટી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
સ્વસ્તિક કન્સ્ટ્રકશન જૂનાગઢમાં રજીસ્ટર થયેલી છે. પરંતુ તેની કામગીરી જુનાગઢ ઉપરાંત જામનગર અને રાજકોટ જિલ્લામાં પણ ઘણી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગના વર્તુળ –૨ના રાજકોટના અધિક્ષક ઇજનેર, જૂનાગઢના કાર્યપાલક ઇજનેર અને જામનગરના પંચાયત તથા માર્ગ મકાન વિભાગના બંને કાર્યપાલક ઇજનેરોએ સરકારમાં આ એજન્સી સામે લેખિતમાં ફરિયાદ કરતા સરકારે તેના પર ત્રણ વર્ષ માટેનો પ્રતિબધં મૂકી દીધો છે.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ખાસ ફરજ પરના અધિકારી આર.વી.પટેલે આ સંદર્ભે કરેલા હત્પકમમાં જણાવ્યા મુજબ સ્વસ્તિક કન્સ્ટ્રકશન કંપનીને બાંધકામમાં ડબલ એ, રસ્તામાં સ્પેશિયલ કેટેગરી એક અને બ્રિજના કામમાં સ્પેશિયલ કેટેગરી બે પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. આ તમામ નોંધણી ને આ હત્પકમની તારીખથી ત્રણ વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે અને તેના ભાગીદારો જગમલભાઈ ભીખાભાઈ મારડિયા, સંધ્યાબેન જગમલભાઈ મારડિયા અને રાણાભાઇ ભીખાભાઈ મારડિયા આ સમયગાળા દરમિયાન કોઈ ટેન્ડર ભરી શકશે નહીં કે આ નોંધણીનો ઉપયોગ કરી શકશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech