શનિવારના સાંજે ચોટીલા પ્રાંત અધિકારીની રેકી કરતા ઝડપાયેલ બે શખ્સોનાં મોબાઇલમાં મળી આવેલ રેકોડિગની ઓડીયો કિલપે ઝડપી ઝાલાવાડમાં ખનીજ માફિયાઓ અને ખનીજ હેરફેર પાછળ હાપ્તાખોરી હોવાનાં વિસ્ફોટ સાથે પોલીસ સામે મોટા સવાલો ઉભા કરતા ખળભળાટ મચાવી છે.
પ્રા વિગતો મુજબ કડક અને પ્રમાણિક અધિકારી તરીકેની છબી ધરાવતા ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની ટીમ દ્રારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખનન, પરિવહન, કેમિકલનાં વેપાર સહિતની પ્રવૃતિઓ ઉપર આકસ્મિક ચેકિંગ અને દરોડા પાડી તપાસ હાથ ધરીને રેઢા પટ જેવા બની ગયેલ વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ હાથ ધરતા તેમની પળે પળની ખનીજ માફિયાઓ દ્રારા રેકી કરવામાં આવતી અને દરેક મુવમેન્ટની વિગતો વોટસ અપ ગૃપમાં શેર કરી ગેરકાયદેસર ખનીજ પ્રવૃતિ કરનારાઓને માહિતગાર કરાતા હતા. શનીવારનાં રોજ ચોટીલા નજીક છેલ્લ ા ઘણા દિવસોથી તેમની પીછો કરતી કીયા કાર સાથે પ્રશાંત હરસુખ ભાઇ ચોવટીયા અને જયદિપ વિનોદભાઈ કોરાટને દેવસર વિસ્તારમાંથી પકડી પાડી તેઓની પાસેના મોબાઇલમાંથી મળી આવેલા. લીમડી ડીવાયએસપી નામે સેવ નંબર તેમજ અન્ય સાથેની વાતચીતની ઓડીયો કિલપો મળી આવતા
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસનું હા કનેકશન હોવાની આર્યજનક વાતચીતનો વિસ્ફોટ થતા ખળભળાટ મચી ગયેલ છે.
પ્રાંત અધિકારી દ્રારા મિડીયા ગૃપમાં મુકાયેલ વાતચીત પ્રસારિત થતા સુરેન્દ્રનગર અને લીમડી ડીવાયએસપી દ્રારા પ્રતિક્રિયા આપવામાં આવેલ કે અમારો કે અમારા સ્ટાફનો નંબર નથી તેમજ પકડાયેલ શખ્સને ઓળખતા નથી, તેઓનો અવાજ નથી સમગ્ર મામલે સુઓમોટો દાખલ અંગે ઉપરીઓને રીપોર્ટ આપ્યો છે. બે અધિકારીઓની સમિતિ બનાવી તપાસ થશે. વાતચીતમાં જે નામોનાં ઉલ્લેખ થયેલ છે તેવા તેમજ અન્ય વાતચીત થયેલા મોબાઇલ નંબર ધરાવતા શખ્સ સામે તપાસ હાથ ધરાશે અને કાર્યવાહી કરાશે તેમ અધિકારી કહી રહ્યાં છે. પ્રાંત અધિકારી કલેકટરને તેઓનો સંપૂર્ણ અહેવાલ સુપ્રત કરશે તેમજ ગૃહ વિભાગને પણ રીપોર્ટ કરવાના હોવાનું જાણવા મળી રહેલ છે.
ખનીજ માફિયાઓ કડક અધિકારીની કામગીરીથી બેબાકળા બન્યા
ચોટીલા વિસ્તારમાં આવેલ નદી નાળા અને ભોગાવાનાં પટ ને રેતી ખનન કરનારાઓએ તળીયા ઝાટક કરી દિધા છે. કહેવાતા આગેવાનો સહિતનાએ આખં આડા કાન કરી દલા તરવાડીની વાડીની વાત જેવુ મોકુળુ મેદાન આપી ગ્રામ્ય વિસ્તારોમાં વિકટ જળ સમસ્યાં ને નોત મળેલ છે. ત્યારે ખડક પહાડો, ડુંગરો અને પથ્થરો પટ જેવી કુદરતી સંપદાઓને તોડી પથ્થરો ને પીસીને રેતીમાં પાંતર કરવાનો કાયદેસરનાં નામે ગેર કાયદેસર મોટો કારોબાર સિસ્ટમ સાથે ધમધમતો થયેલ છે દરરોજ હજારો ટનની હેરફેર કરનાર ખનીજ માફિયાઓ કડક અધિકારીની કામગીરીથી બેબાકળા બનેલ છે. સરકારની તિજોરીને લાખોનું અને કુદરતી સંપદાઓને તળીયા ઝાટક કરનાર ઉપર ત્યારે આવા લોકો કોણ કોણ છે? તેઓ ઉપર કોની મહેરબાની છે? જવાબદાર વિભાગો કેમ ઢીલાશ દાખવે છે? સિસ્ટમ કેવડી અને કયાં સુધીની છે? તેવા સવાલો સમગ્ર પંથકમાં ઉઠી રહ્યાં છે ત્યારે સમગ્ર મામલે સરકાર દ્રારા કેવા પગલા ભરાય છે તે જોવાનું રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની વિદેશી કારો પર 25 ટકા ટેરિફની જાહેરાત
March 27, 2025 10:50 AMજામનગરમાં મહિલા એડવોકેટને ઢીકા-પાટુનો માર માર્યો
March 27, 2025 10:48 AMજામનગરનું કામચલાઉ હંગામી બસ ડેપો: દશ દિવસમાં જ પાણીના ટાંકાના સ્ટેન્ડમાં તીરાડો...
March 27, 2025 10:30 AMરાજકોટમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાં રાહત
March 27, 2025 10:28 AMજામનગરમાં સમસ્ત તળપદા કોળી સમાજ જ્ઞાતિનો દસમો સમૂહ લગ્નોત્સવ
March 27, 2025 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech