રૂ. 200 કરોડમાં બનનારી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે
કોપ યુનિવર્સનાં પાંચમા ભાગનું નામ છે 'સિંઘમ અગેન'. ફિલ્મમાંથી અજય દેવગનનો ખતરનાક લુક સામે આવ્યો છે. તે તેમાં લીડ રોલ કરી રહ્યો છે.સાથે દીપિકા પાદુકોણ પણ મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝમાં રોહિત શેટ્ટીએ અર્જુનને વિલન તરીકે પસંદ કર્યો છે.
અજય દેવગન અભિનીત આ ફિલ્મ કોપ યુનિવર્સનો પાંચમો ભાગ છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મના તમામ મુખ્ય પાત્રોનો ફર્સ્ટ લૂક પણ બહાર આવ્યો છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ તેમાં જોડાઈ રહ્યા છે અને ઘણા મોટા હીરો અને હિરોઈન પણ તેમાં જોડાય તેવી શક્યતા છે. કોપ યુનિવર્સનાં પાંચમા ભાગનું નામ છે 'સિંઘમ અગેન'. ફિલ્મમાંથી અજય દેવગનનો ખતરનાક લુક સામે આવ્યો છે તે ફરીથી બાજીરાવ સિંઘમ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
દીપિકા પાદુકોણ પણ મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં
અક્ષય કુમાર પણ 'સિંઘમ અગેઇન'માં વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટીએ ફિલ્મમાંથી અક્ષયનો લુક શેર કર્યો છે. જેમાં અક્ષયને હેવી-ડ્યુટી એક્શન સીન વચ્ચે હેલિકોપ્ટરમાંથી કૂદતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે શક્તિ શેટ્ટીના રોલમાં જોવા મળશે. 'સિંઘમ અગેન' 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. રણવીર સિંહની શાનદાર એન્ટ્રી થશે. તે પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવના રોલમાં જોવા મળશે. સૂર્યવંશીમાં રણવીર સિંહે પણ શાનદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ચર્ચા છે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં ટાઈગર શ્રોફ પણ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ટાઈગરના ત્રણ અલગ-અલગ લુક જોવા મળ્યા હતા. જેમાંથી એકમાં તે શર્ટલેસ જોવા મળ્યો હતો. કરીના કપૂર ખાન 'સિંઘમ અગેન'માં અવની વજીરાવ સિંઘમનું પાત્ર ભજવશે.
આ સિરીઝમાં રોહિત શેટ્ટીએ અર્જુનને વિલન તરીકે પસંદ કર્યો
તાજેતરમાં, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી પ્રથમ સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ 19 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સીરિઝને 'કોપ યુનિવર્સ'ની સીરિઝ તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી અલગ-અલગ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. તે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે 'સિંઘમ અગેઇન'માં આ ત્રણેય સ્ટાર્સનો રોલ પણ હોઈ શકે છે. આ સિવાય આ સિરીઝમાં શ્વેતા તિવારી પણ છે. જેણે એક ઈવેન્ટમાં સિંઘમ અગેઈનમાં હોવાની વાત કરી હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂરનું નામ વિલનના પાત્રમાં જોવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શેટ્ટીએ અર્જુનને વિલન તરીકે પસંદ કર્યો છે. અર્જુન હીરો તરીકે ફ્લોપ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech