સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓ વઘાસીયા ગામની સીમમાંથી ઝડપાયા હતા. નોંધનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અલબત્ત હજુ સુધી મુખ્ય આરોપી અમરશી જેરામ પટેલ પોલીસની પકડથી દૂર છે.
આ અંગેની પ્રા વિગતો અનુસાર નકલી ટોલનાકા અંગેના અહેવાલો પ્રકાશિત થયા બાદ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલા વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીત બળજબરીથી લઇ જઈને ટોલપ્લાઝા દ્રારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો.
આ પ્રકરણમાં પોલીસે તપાસ નો દોર ચલાવ્યો હતો અને હાલ વધાસીયા ગામની સીમમાંથી વધાસીયા ગામના સરપચં ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી. આ પૂર્વે પોલીસે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી હતી. જોકે હજુ સુધી મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસની પકડથી દૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech