મૂળી પાસે ડમ્પર પાછળ કાર ઘુસી જતાં ૩નાં મોત

  • January 17, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના મૂળી નજીક સડલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ કારમાં બેઠેલા ત્રણ વ્યકિતના મૃત્યુ નિપજયાંની તેમજ ઇજાગ્રસ્ત વાંકાનેર પંથકના યુવકને રાજકોટ ખસેડાયાનું જાણવા મળે છે. બનાવના પગલે મૂળી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

ઘટનાની પ્રા થતી વિગત મુજબ આજે સવારના સમયે સડલા રોડ ઉપર પીળા કલરનું કોલસા ભરેલું ડમ્પર જઇ રહ્યું હતું તેની પાછળ કલીનર સાઇડમાં કાર ઘૂસી ગઇ હતી. કારની સ્પિડ વધુ હોય તેમ કારનો આગળનો ભાગ ડ્રાઇવર સુધી ડમ્પરની પાછળ ઘૂસીને બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા વ્યકિતઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. અકસ્માતના પગલે અન્ય વાહનચાલકો, રાહદારીઓનું ટોળું એકઠું થઇ ગયું હતું. પોલીસ પણ દોડી આવી હતી. ઘાયલ વ્યકિતઓને કારમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યકિતના સારવારમાં પહોંચે તે પહેલા જ મૃત્યુ નિપયાં હોવાનું જણવા મળે છે. અન્ય ઇજાગ્રસ્તો પૈકી વાંકાનેરના લાકડાવાવના વતની રોહિત રમેશભાઇ ડુમાણિયાને ગંભીર ઇજા થઇ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટમાં ખસેડાયો છે. કાર વાંકાનેરના મહેશ કરમશીભાઇની હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News