રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણ તાલુકાના ભાડલાના બરવાળા ગામના પાટિયા પાસેથી ત્રણ શખસોને અમેરિકી ચલણની ૯૬ જાલી નોટ સાથે ઝડપી લીધા હતાં.આરોપીઓ આ પોતાની પાસે અમેરિકી ચલણ(ડોલર) ની બે અસલ નોટ પણ રાખી હોય જે બતાવી આ જાલી નોટ પઘરાવી દઇ છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી .૨.૦૨ લાખનો મુદામાલ કબજે કરી તેઓ આ બનાવટી અમેરિકી ચલણની નોટ કોની પાસેથી લાવ્યા હતા? આ કારસ્તાનમાં અન્ય કોણ સામેલ છે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇજી આશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ જસદણ તથા ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ.કોન્સ વિજયભાઇ વેગડને હકીકત મળી હતી કે, જસદણ કમળાપુર રોડ, બરવાળા ગામના પાટીયા સામે આવેલ ખોડીયાર હોટેલ ખાતે ભાવેશભાઇ ઉગરેજીયા, ચંદુભાઇ ઉગરેજીયા (રહે.બન્ને કમળાપુર) તથા અજય ચુડાસમા એમ ત્રણેય શખસો હાજર હોય અને તેઓની પાસે શંકાસ્પદ અમેરીકન ડોલરની ચલણી નોટો હોય, જે બાતમીના આધારે ટીમે અહીં પહોંતી ઝડતી તપાસ કરતા ત્રણેય શખસો પાસેથી ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકન ડોલરની ચલણી નોટો કુલ નંગ–૯૬ શંકાસ્પદ અને બનાવટી જણાતી હોય જે મળી આવતા રીતે મળી આવી હતી.
એસઓજીની ટીમે આ શંકાસ્પદ નોટો સાથે ભાવેશ કુરજીભાઇ ઉગરેજીયા (ઉ.વ ૩૬ રહે.કમળાપુરા ગામ, મદાવા રોડ, પાવર હાઉસની બાજુમાં તા–જસદણ),ચંદુ કુરજીભાઇ ઉગરેજીયા(ઉ.વ.૪૩ રહે.કમળાપુરા ગામ, મદાવા રોડ, પાવર હાઉસની બાજુમાં) અને અજય હિમતભાઇ ચુડાસમા(ઉ.વ.૩૦ રહે.મુળ હડમતીયા કુંભાર શેરી તા.ઉમરાળા જી.ભાવનગર) ને ઝડપી લીધા હતાં.પોલીસે આ શખસો પાસેથી ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની વન ડોલરની ચલણી નોટો–૨, ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની ૧૦૦ ડોલરની ચલણી નોટો–૯૪, ભારતીય ચલણની ૫૦૦ ના દરની અસલ નોટો–૨૮૨ કિ..૧,૪૧,૦૦૦,બે બાઇક કિ..૪૦,૦૦૦,મોબાઇલ સહિત કુલ .૨,૦૨,૦૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.હાલ આ મામલે ભાડલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસો આ શખસો પોતાની પાસે અમેરિકના ચલણ(ડોલર) ની બે નોટો સાચી સાથે રાખી બાદમાં તે બતાવી અને જાલી નોટ ધાબડી દેઇ છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.તેની પાસેથી મળેલી ભારતીય ચલણની નોટ આ છેતરપિંડીની રકમ હોવાની શંકા સેવાઇ રહી છે.આરોપીઓ આ અમેરિકાની જાલી નોટ કયાંથી લાવ્યા હતા? તેમજ આ કારસ્તાનમાં અન્ય કોણ સામેલ છે સહિતની બાબતો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં એસઓજી ટીમના પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી ,સંજયભાઇ નીરજંની,અમીતભાઇ કનેરીયા, હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ,અરવિંદભાઇ દાફડા,શીવરાજભાઇ ખાચર, કોન્સ વિજયગીરી ગૌસ્વામી,ચીરાગભાઇ કોઠીવાર,રઘુભાઇ ઘેડ,નરશીભાઇ બાવળીયા સાથે રહ્યા હતાં
બંડલમાં ઉપર નીચે સાચી નોટ વચ્ચે પ્રિન્ટ કરેલી નોટ રાખતા
પોલીસની પ્રાથમિક કપાસમાં આ ત્રિપુટી ડોલર અડધા ભાવે આપવાની લાલચ આપી ગ્રાહકને શિશામાં ઉતાર્યા બાદ તે નોટોનું બંડલ ગ્રાહકને આપતા. જેમાં ઉપર નીચે સાચી ચલણી નોટ હોય યારે થપ્પીમાં અંદર આ અમેરિકી ચલણી નોટોની પ્રિન્ટ ઝેરોક્ષ રાખી છેતરપિંડી આચરતા હતા.
આરોપીઓ પાસેથી મળેલી રોકડ રાજકોટના વેપારીની હોવાની શંકા
પોલીસે આ ત્રિપુટી પાસેથી ભારતીય ચલણની રોકડ રકમ . ૧.૪૧ લાખ કબજે કરી હતી. પોલીસ તપાસમાં આ ત્રિપુટીએ રાજકોટના કોઈ વેપારીને અડધા ભાવે ડોલરની લાલચ આપી બોલાવ્યા બાદ તેમને આ જાલી નોટ ધાબડી દઈ તેમની પાસેથી આ રોકડ રકમ મેળવી હોવાની શંકા સેવાઈ રહી છે. જે બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech