સુવરડાની સીમમાં ૩ જુગારી ઝબ્બે : ૩ ફરાર

  • March 14, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ, વાહનો મળી કુલ ૨.૨૭ લાખનો મુદામાલ કબ્જે

જામનગર નજીક સુવરડા ગામની સીમમાં વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ૩ શખ્સોને રોકડ, મોબાઇલ, મોટરસાયકલ અને કાર મળી ૨.૨૭ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે ૩ શખ્સ ભાગી છુટયા હતા.
જામનગર તાબેના સુવરડા ગામની સીમમાં હેમતભાઇની વાડીના શેઢે તિનપતીનો જુગાર રમાય છે એવી હકીકત આધારે પંચકોશી-એ પોલીસે દરોડો પાડીને ગંજીપતા વડે જુગાર રમતા સુવરડાના હેમત હીરા છૈયા, પસાયા ગામના રમેશ ગોવિંદ વૈષ્ણવ પટેલ, જામનગર નવજીવન સોસાયટીમાં રહેતા કારુભા જીવુભા જાડેજાને પકડી લીધા હતા.
દરોડા દરમ્યાન ૨૧૩૦૦ની રોકડ, ૩ મોબાઇલ, ૪ મોટરસાયકલ, મારુતી અલ્ટો કાર મળી કુલ ૨.૨૭.૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, રેઇડ દરમ્યાન પસાયા ગામના શાંતીલાલ બચુ ડોબરીયા, કમલેશ રવજી પરમાર અને મોટી ભલસાણના હઠા ભરવાડ નામના શખ્સો નાશી છુટયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application