મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ૨૯ કાર્યો મંજૂર

  • August 10, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કરચલીયા પરા વિસ્તારમાં ટેકરી ચોક ખાતે ભાવનગર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નવી નાખવા છતાં ડ્રેનેજના પાણી લીકેજ થતા પ્રજાના પૈસાનું આંધણ થયું છે, સ્ટેન્ડિંગ કમિટીમાં શાસકોએ સવાલ કરતાં અધિકારીને જ આ વિસ્તારમાં અન્ય લાઈન નાખવાના ચાલી રહેલા કામ અંગે માહિતી નહીં હોવાનું પોત પ્રકાશ્યું હતું.



મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુ રાબડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી, બેઠકમાં જુદા જુદા કાર્યોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુલ ૨૯ કાર્યોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભાવનગરમાં અધૂરા કામોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કંસારા પ્રોજેક્ટ ૯૦થી ૯૫ ટકા પૂરો થવા છતાં અંદર ડ્રેનેજના પાણી પસાર થઈ રહ્યા છે તેમજ હાલમાં કોઈ કામ ચાલતું નથી ત્યારે આ કામ ચાલુ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

વધુમાં સીદસર ખાતે બિજનું કામ પણ બંધ પડયું છે તેવી જ રીતે વાળુકડ ખાતે પણ તળાવ બ્યુટીફિકેશનનું કામ થપ થઈને પડયું છે. જે કામોના લીધે બંધ હોવાનો તંત્રએ બચાવ કર્યો હતો, પરંત આ કામ વહેલી તકે ચાલુ કરવા માટે સ્ટેન્ડિંગમાં સુચના આપવામાં આવી હતી. રોડ વિભાગ દ્વારા વિદ્યાનગરથી ભીડભંજન સુધીના વ્હાઈટ ટોપિન્ગ ૬ કરોડના ટેન્ડર માં એક કરોડ જીએસટીનો વેરો ઉમેરવાનો ભુલાઈ ગયો હતો, આવી બેદરકારી અવારનવાર થતી હોવાથી રોડ વિભાગના ઠપકો આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application