ભારતીય જનતા પક્ષના લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને તેના પત્ની સવિતાબેનના નામે સ્થાવર- જંગમ મિલકત મળીને કુલ રૂપિયા 28,01,30,085 ની મિલકત હોવાનું સોગંદનામાંમા જાહેર કર્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર અને હોદાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ રૂપાલા એ આજે સોગંદનામાંમા રજૂ કરેલી વિગત મુજબ તેમના પોતાના નામે 5,79,64,088 ની અને તેની પત્નીના નામે 5,71,58,798 ની જંગમ મિલકત છે. પોતાની સ્વપારજીત મિલકત રૂપિયા 3,34,28,809 અને પત્નીની 2,00,61,998 ની મિલકત છે. જ્યારે વારસાગત મળેલી બંનેની મિલકત સત્તાવન લાખ 28,180 છે. હાથ પર પોતાના નામે 18,89,486 અને પત્નીના નામે 9,13,858 છે.બેંકમાં પોતાના નામે 18,86,758 અને પત્નીના નામે 26,91,582 છે. મ્યુચ્યુઅલ ફંડ વીમા અને અન્ય રોકાણ 21,16,540 થવા જાય છે. પોતાના કે પોતાની પત્નીના નામે કોઈ વાહન નથી.
પરસોત્તમભાઈ રૂપાલા પાસે 5,79,64,088 અને પત્ની પાસે 5,71,58,798 ના સોના ચાંદીના દાગીના અને ઝવેરાત છે. પોતાની પાસે ઈશ્વરીયા અને અમરેલી ગામમાં 3,62,80,299 અને પત્નીના નામે 2,29,13,488 ની કિંમતની જમીનો છે આવકના સાધનોમાં રૂપાલાએ ખેતીની જમીન સંસદ સભ્ય તરીકે મળતું ભથ્થુ અને વ્યાજની આવક ગણાવી છે. જ્યારે તેની પત્નીએ વ્યાજ, ખેતીની આવક અને ભાડાની આવક ગણાવી છે.
વિજય મુહૂર્તના બદલે લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું
સામાન્ય રીતે ભાજપ 12-39 ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતું હોય છે. રૂપાલા પણ આ મુજબ ફોર્મ ભરવાના છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સભા પૂરી થતાની સાથે જ રૂપાલા 11 -15 વાગ્યે કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને 11-21 વાગ્યે લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું હતું.
પાંચથી વધુ વ્યક્તિના જાહેરનામાનો ભંગ
કોઈ ઉમેદવાર 100 મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનો લઈને આવી નહીં શકે અને પાંચથી વધુ વ્યક્તિઓ કલેકટર કચેરીમાં પ્રવેશી નહીં શકે તેવા જાહેરનામાનો ભંગ થયો હતો અને કલેક્ટર કચેરીમાં સેંકડો ભાજપ્ના કાર્યકરો ઘુસી ગયા હતા. તંત્રએ તેમને અટકાવ્યા ન હતા.
પાલા પાસે 87,500ની કિંમતની વિદેશી બંદૂક
ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કલેક્ટર સમક્ષ રજૂ કરેલા સોગંદનામામા જણાવ્યા મુજબ તેમની પાસે રૂપિયા 87,500 ની કિંમતની વિદેશી બનાવટની બંદૂક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech