દિવાળી પર્વ પરિવાર સાથે મનાવી શકશે, ૧૫ દિવસ સુધી પેરોલ સપ્તાહમાં બે વખત પોલીસ મથકે હાજરી પુરાવવી પડશે
રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના (સજા પામેલા) ૧૩ મહિલા સહિત ૨૮ કેદીઓને દિવાળી પર્વ તેમના પરિવાર સાથે મનાવી શકે તે માટે ૧૫ દિવસના પેરોલ રજા પર આજથી મુકત કરવામાં આવશે.
પેરોલ પર છૂટનારા આ તમામ કેદીઓએ અઠવાડીયામાં બે વખત તેઓ જયાં રહેતા હોય ત્યાં નજીકના સંબંધીત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે.
રાય સરકારના કેદીઓની કલ્યાણ પ્રવૃતિ અને જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીની સ્પેશ્યલ પેરોલ રજા ૬૦ વર્ષ કે તેેથી વધુ વયના મહિલા અને પુરૂષ કેદીઓને મળી શકે તેવા અભિગમ હેઠળ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓને દિવાળી પર્વ નિમિતે પેરોલ રજા મળી રહે તે માટે રાજકોટ મધ્યસ્થ જેલના સત્તાવાહકો દ્રારા દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મુજબ રાજકોટ જિલ્લ ા મેજી. દ્રારા પાકા કામના ૧૩ મહિલા કેદી અને ૧૫ પુરૂષ કેદીેેે મળી ૨૮ કેદીને તા.૨૯ (આજથી) તા.૧૨૧૧ સુધી ૧૫ દિવસની પેરોલ રજા પર મુકત કરવા માટે હત્પકમ કરાયો છે.
દિવાળી પર્વની મળેલી ૧૫ દિવસની રજામાં કોટડાસાંગાણીના અરડોઈ, ગોંડલના દાળીયા, ભરૂચ, બોટાદ, મોરબી, ગારીયાધર, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ–જામનગરના મહિલા કેદીઓનો ઉપરાંત ધારીના સતડીયા, સાયલા, વઢવાણના કરણગઢ, જામસલાયા, હળવદના ઈશ્ર્વરનગર, જામનગર, જુનાગઢના માળીયા, ભુજના આડેસર, વઢવાણના મુલચદં ગામના તેમજ રાજકોટના મળી ૧૫ પુરૂષ કેદીને ૧૫ દિવસથી આજથી જેલ મુકિત મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech