રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ૧૨૮ ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું ગઇકાલે તા.૪-૫-૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ, અમદાવાદ અને વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.
રાજકોટ મહાપાલિકાની અતિ મહત્વની આ પરીક્ષામાં રાજકોટમાં ૧૧૧ કેન્દ્રો, અમદાવાદ શહેરમાં ૮૭ કેન્દ્રો તેમજ વડોદરા શહેરમાં ૨૭ કેન્દ્રો ઉપર એકંદરે કુલ ૬૦૫૨૫ જેટલા બહોળા પ્રમાણમાં ઉમેદવારોએ અરજી કરી હોવાથી ઉપરોક્ત ત્રણ શહેરોમાં કુલ ૨૨૫ જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા.આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૬૦૫૨૫ ઉમેદવારોમાંથી અંદાજિત ૩૨૫૯૮ ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવેલ અને ૨૭૯૨૭ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે,ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવી હતી રાજકોટ મહાપાલિકા દ્વારા યોજાયેલ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ ઉપર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech