નવાગામ ઘેડમાં પોલીસે પાડેલા જુગારના દરોડામાં ૨૭૩ નંગ ઇંગ્લિશ દારૂના પાઉચ મળી આવ્યા

  • September 13, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર પોલીસે જુગાર અંગે દરોડો પાડી ઘોડી પાસાની મીની કલબ પકડી પાડી હતી, જે દરોડા દરમિયાન જુગારની સાથે સાથે જુગાર રમવા માટે આવેલા શખ્સોને વિદેશી દારૂના પાઉચ ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જે માટે સંચાલક દ્વારા ૨૭૩ જેટલા ઇંગલિશ દારુના પાઉચ તૈયાર રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બનાવના સ્થળેથી રૂપિયા ૪૦,૯૫૦ ની કિંમતના ૨૭૩ નંગ ઇંગ્લિશ દારૂ ના પાઉચ કબજે કર્યા છે, અને કલબના સંચાલક અને મકાન માલિક રમેશભાઇ વાઘેલા સામે અલગથી દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application