સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં 24 કલાકમાં 27 સે.મી.નો વધારો

  • August 25, 2024 09:31 PM 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ફરીથી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં 27 સે.મી.નો વધારો થયો છે. મહત્વનું છે કે ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે.


વિગતવાર વાત કરીએ તો નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 2,65,748  ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


નર્મદા ડેમના 15 ગેટ ખોલાયા 

નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા 1.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ગેટમાંથી 1,75,000 ક્યુશેક પાણીની જાવક હાલ થઈ રહી છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી નદીમાં કુલ - 2,11,975 ક્યુસેક પાણીની જાવક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News