પીજીવીસીએલ રાજકોટ કોર્પેારેટ કચેરી દ્રારા ખાલી પડેલી જગ્યાઓ ભરવા ગઈ કાલથી શ કરાયેલા બદલી બઢતીના દોરમાં ગઈકાલે છુ હત્પકમો કરવામાં આવ્યા બાદ આજે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટની બે જગ્યા ભરવા બે ડેપ્યુટીને બઢતી તેમજ ૨૩ સિનિયર આસિસ્ટન્ટને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ તરીકે જુદા જુદા મથકો ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બે સુપ્રીટેનમેન્ટ ઓફ એકાઉન્ટની રિકવેસ્ટથી ટ્રાન્સફર કરવામાં આવી છે.
પીજીવીસીએલ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે સાંજે બદલી બઢતી સહિતના છ ઓર્ડર કાઢવામાં આવ્યા બાદ આજે બપોરે એમ ડી પ્રીતિ શર્માના માર્ગદર્શન હેઠળ એચ આર વિભાગ દ્રારા બઢતીના વધુ હત્પકમોમાં કાલાવડ રોડ સબ ડિવિઝન ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ બીઆર બાટવિયાની જામનગર ખાતે અને સીટી ડિવિઝન ૩ ના જી.આર વેગડની અમરેલી ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૩ જેટલા સિનિયર આસિસ્ટન્ટોની ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટસ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે તેમાં રાજકોટ સિટીના એએન વગેરાની રાજકોટ રલમાં તેમજ જૂનાગઢના એકે દેસાઈ અમરેલી, જુનાગઢના પી જે ઝાલા અમરેલી, સુરેન્દ્રનગરના પી એન ચાવડા મોરબી, વાંકાનેર ના પી.આર મકવાણાની મોરબી ધોરાજીના ડીએમ સોલંકી ની રાજકોટ રલમાં જામનગર સાત રસ્તા સબ ડિવિઝનના જીએન જાદવની જામનગરમાં જ કે એન જેઠવા પણ જામનગરમાં જ ગઢડાના ડીએચ લીંબડીયા ની ભાવનગર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના એચજી પરમાર મોરબી ધ્રોલના બીજી જાડેજા ની જામનગર, ખંભાળિયાના ડી.એમ વઘોરાની જામનગર, કેશોદના બીએચ વેકરીયા પોરબંદર, સાવરકુંડલાના એમ વી રાઠોડની અમરેલી, જામનગરના વીએલ ગઢીયા રાજકોટ રલમાં, ભાવનગરના એફએમ સલોત ભાવનગર ખાતે જ, જુનાગઢ રલ ડિવિઝનના સીએન વ્યાસ અમરેલી, મોરબીના યુવી સોનેજી મોરબી ખાતે જ, જુનાગઢ સીટીના ડી એમ ચનુરા રાજકોટમાં, સુરેન્દ્રનગરના એચ જે પરમાર મોરબી, પોરબંદર સીટી ડિવિઝનના એન.ડી. જોશી રાજકોટ રલમાં અને ભુજ ડિવિઝનના યુ ડી માંકડ ની ભુજ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત બે સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ ની રીકવેસ્ટથી ટ્રાન્સફર કરવામાં આવી છે તેમાં જામનગર સીટી વનના કેને પરમાર ની રાજકોટ સિટીમાં તેમજ ભચાઉ ડિવિઝન ઓફિસના એ વાય દવેની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત આ પહેલા પાંચ અધિકારીઓની શિક્ષાત્મક બદલી અને નિમણૂકને કારણે ખાલી પડેલી જગ્યાઓ પૈકી એડિશનલ ચીફ એન્જિનિયર (પ્રોજેકટ)ની જગ્યા ભરવા ગઇકાલે જુનાગઢના અધિક્ષક ઇજનેર પરમારને બદલી કરીને ભરવામાં આવી છે. આ સહિત ઇજનેરોમાં બઢતીના પાંચ ઓર્ડર સાથે રિકવેસ્ટ ટ્રાન્સફરનો ઓર્ડર કરવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech