લગભગ 2,500 વર્ષ પહેલા એક ગંભીર ભૂકંપના કારણે ગંગા નદીનો માર્ગ બદલાઈ ગયો હતો. આવા ભૂકંપ્ના કારણે તેનો માર્ગ ફરી બદલાઈ શકે છે. એક નવા સંશોધનમાં આ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં ગંગાને ’પદ્મા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં તે ઢાકાથી લગભગ 50 કિલોમીટર દૂર દક્ષિણમાં વહે છે. વૈજ્ઞાનિકોને સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળ્યું કે ગંગા એકવાર ઢાકાથી 100 કિલોમીટર દૂર વહેતી હતી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રવાહમાં ફેરફારને કારણે નદીનો નવો માર્ગ બન્યો હતો અને પહેલાની નદી પાછળ રહી ગઈ હતી.
રિક્ટર સ્કેલ પર સાત કે આઠની તીવ્રતાવાળા ભૂકંપ્ને કારણે આવું બન્યું હતું નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, અગાઉ એ વાતની પુષ્ટિ થઈ ન હતી કે ભૂકંપ નદીમાં ધોવાણનું કારણ બની શકે છે. ડેલ્ટા જો ધરતીકંપ ગંગા જેવી વિશાળ નદીનો માર્ગ બદલી શકે છે, તો આવી દુર્ઘટનાએ અન્ય નદીઓનો માર્ગ પણ બદલી નાખ્યો હશે. જ્યારે નદીઓ કાંપથી ભરેલી હોય છે, ત્યારે તેઓ ધરતીકંપ અને પૂર દરમિયાન માર્ગ બદલી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે મોટા નદીઓના નેટવર્કનું ધરતીકંપ પ્રેરિત ધોવાણ તેની આસપાસના નીચાણવાળા વિસ્તારો માટે મોટો ખતરો છે. ભારતમાં ગંગાની ઉપ્નદી કોસી નદીએ 2008માં મોસમી પૂર દરમિયાન 120 કિલોમીટરથી વધુનો માર્ગ બદલ્યો હતો. જેના કારણે 30 લાખ લોકો વિસ્થાપિત થયા અને 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. બંગાળ બેસિનમાં કુદરતી આફતો વધુ વિનાશક બની શકે છે.
ગંગા, વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક, પશ્ચિમ હિમાલયમાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે. પૂર્વ તરફ વહેતા તે બંગાળની ખાડીમાં પડે છે. આ સમય દરમિયાન તે ભારત અને બાંગ્લાદેશમાં 2,525 કિલોમીટરથી વધુની મુસાફરી કરે છે. ભારતમાં તે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMએમ જ આમળાને સુપરફૂડ નથી કહેવાતું, પાંચ ફાયદાથી તમે પણ કરો ડાઈટમાં સામેલ
January 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech