અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 40 ગુજરાતી સહિત 250 લોકો આજે ભારત પરત આવશે

  • February 05, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરેલા લોકોને આજે ભારત પરત લાવવામાં આવશે 250 લોકોમાં 40 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થશે આ રિપોર્ટ થયેલા તમામ લોકોને તપાસ માટે પ્રથમ ગુજરાત લાવવામાં આવશે ત્યારબાદ જે જે જિલ્લ ા કે શહેરના વતનીઓ છે તેના પોલીસ સત્તાવાળાઓને તેની તમામ માહિતી પહોંચાડવામાં આવશે દિલ્હીના ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા તો અમૃતસર એરપોર્ટ પર આ લોકોના ઉતરાણ પછી તેમને ગુજરાત લાવવાની તજવીજ કરવામાં આવી છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 40 ગુજરાતી સહિત 250 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. તેઓને લઇને અમેરિકાની મિલિટરીનું એક વિમાન ટેક્સાસથી ઉપડી ભારત તરફ આવવા રવાના થઇ ગયું છે.
વર્ષ 2023 બાદ 50 હજાર ગુજરાતીઓએ અમેરિકામાં ઘૂસણખોરી કર્યાના અંદાજ મૂકવામાં આવી રહ્યો છે આ ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં મહેસાણાના 12 ગાંધીનગરના 12 સુરતના ચાર અમદાવાદના બે ખેડાના એક વડોદરાના એક અને પાટણની એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ તમામ ભારતીયોને સૌ પ્રથમ ગુજરાત લવાશે. અમે તેઓની ઉલટતપાસ કરીને માહિતી મેળવવામા આવશે.કે કેવી રીતે તેઓ જુદા જુદા દેશોમાં થઇને અમેરિકામાં ઘૂસ્યા હતા અને તેઓને અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં ક્યા ક્યા એજન્ટોએ મદદ કરી હતી? અલબત, આ તમામ ભારતીયો માનવ તસ્કરીનો ભોગ બન્યા હોય આથી અમે કાયદા મુજબની કાર્યવાહી કરીશું.
ઉલ્લ ેખનીય છેકે, ગત 20 જાન્યુઆરીના અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામ ઇમિગ્રન્ટને પકડી પકડીને પોતાના દેશમાં પરત ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. સરકારી રિપોર્ટમાં સંકેત કરાયો છેકે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 41330 ગુજરાતી પૈકી 5340 ગુજરાતી તો અમેરિકામાં રાજ્ય આશ્રય મેળવવામાં સફળ થયા છે. ભારત આવી રહેલા વિમાનમાં સવાર ભારતીયો સહિતના બાકીના તમામ ભારતીયોને ધીમે ધીમે ડિપોર્ટ કરી દેવાશે. અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇ પ્રથમ ફ્લાઇટ મંગળવારે ટેક્સાસથી ઉપડી છે.
તમામ સૂત્રોએ કહ્યું હતું કે, ડિપોર્ટ કરાયેલા ભારતીયોને વન ટાઇમ ટ્રાવેલ વીઝા આપવામાં આવ્યા છે, અને તેઓ જ્યારે ભારતીય એરપોર્ટ ઉપર લેન્ડ થશે ત્યારે એરલાઇન્સનો સ્ટાફ તેઓની પાસેથી બોર્ડિંગ પાસ વીઝા, પાસપોર્ટ (જો તેઓની પાસે હશે તો) અને ટિકિટ લઇ લેશે અને ઇમિગ્રેશન સત્તાવાળાને તમામ દસ્તાવેજ આપી દેશે. આ ભારતીયો જે શહેર કે જિલ્લ ાના વતની છે તેઓની પોલીસને વિગતો અગાઉ થી પહોંચાડી દેવાય છે.
દર વર્ષે હજારો ગુજરાતીઓ સારા જીવન અને કમાણીની લ્હાયમાં જીવના જોખમે મેકક્સિકો અથવા તો કેનેડાની જમીન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરે છે. તે પૈકીના ઘણા ગુજરાતીઓ અમેરિકાની પોલીસના હાથે ઝડપાઇ જાય છે જ્યારે કેટલાક તો પોતાનો જીવ પણ ગુમાવે છે. ગાંધીનગર નજીક આવેલા ડિંગુચા ગામના જગદીશ પટેલનો આખો પરિવાર કેનેડાની સરહદેથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે કાતીલ ઠંડી અને બરફમાં ઠુંઠવાઇને મોતને ભેટ્યો હતો. તે ઉપરાંત ડિસેમ્બર-2022માં કલોલનો એક રહીશ મેક્સિકોની સરહદે બનાવેલી ટ્રમ્પ વોલ ઉપરથી કૂદીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા મોતને ભેટ્યો હતો.તે ઉપરાંત કેનેડાના ક્લુબેક રાજ્યમાંથી હોડીમાં બેસીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં વધુ સાત ગુજરાતીઓ નદીમાં તણાઇને મોતને ભેટ્યા હતા. એક અંદાજ એમ કહે છે કે, વર્ષ 2023 દરમિયાન અને ત્યારબાદના સમયગાળા દરમ્યાન અંદાજે 50,000 ગુજરાતીઓએ ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application