તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલી નવી ૨૫ ઇલેક્ટ્રીક એર કન્ડિશન સીટી બસ લોક સેવામાં મુકાય છે અને ગઈકાલથી જ વિવિધ રૂટ પર દોડતી થઈ ગઈ છે. અમુક બસ તદ્દન નવા શરૂ કરાયેલા રોડ પર મૂકવામાં આવી છે જ્યારે અમુક બસ હયાત રૂટ ઉપર ફ્રિક્વન્સી વધારીને મુકાઇ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું, રાજકોટનાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. હાલમાં કરવામાં આવેલ સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાત અનુસાર અંદાજીત દૈનિક ૭,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તા. ૨૬-૩-૨૦૨૫, બુધવારના રોજ ૨૫ મીડી એ.સી. ઇલેક્ટ્રીક બસનુ લોકાર્પણ કરવામાં આવેલ છે જેને ગઈકાલે તા.૨૭ના રોજથી વિવિધ રૂટ ઉપર સેવામાં મુકવામાં આવી છે. ઉક્ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ ટોટલ ૨૨૪ બસ દ્વારા કુલ ૭૯ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા બાબતે રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનોટેકનીકલ સહ્યોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે.
આટલા રૂટ ઉપર મુકાઇ નવી નકોર બસ
(૧) રૂટ નં -૫૩ ભકિનગર સ્ટેશન થી જિલ્લા અને સેશન કોર્ટ
(૨) રૂટ નં-૬૦ત્રિકોણબાગ થી રાવકી GIDC
(૩) રૂટ નં-૬૭ ત્રિકોણબાગ થી ગર્વમેન્ટ એન્જીનીંયરીંગ કોલેજ
(૪) રૂટ નં -૮૧ ગોકુલ પાર્ક (માંડા ડુંગર) થી એઈમ્સ હોસ્પિટલ
(૫) રૂટ નં -૮૯ ત્રિકોણબાગથી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોકડી
(૬) રૂટ નં -૯૧ વગડ ચોકથી ત્રંબા ગામ
(૭) રૂટ નં-૮મવડી ગામથી ગ્રીનલેન્ડ ચોકડી
(૮) રૂટ નં-૨૩ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપથી પ્રદ્યુમન પાર્ક
(૯) રૂટ નં-૩૬ ભકિતનગર સર્કલથી બાધીનું પાટીયું
(૧૦) રૂટ નં-૫૮ માધાપર ચોકથી એઇમ્સ હોસ્પિટલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech