રાજ્યમાં 25 IPS અધિકારીઓની બદલી, અમરેલી એસપી હિમકરસિંઘની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી

  • December 09, 2024 10:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરતાં 25 IPS અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓમાં કેટલાક અગ્રણી પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. અમરેલી એસપી હિમકરસિંઘની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ એડીશનલ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે.


વિગતવાર વાત કરીએ તો ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થા વિભાગ સોંપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને અમદાવાદમાં એડિશનલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.


આ ઉપરાંત શમશેર સિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અજય કુમાર ચૌધરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મહિલા સેલ ગાંધીનગર ખાતે મુકાયા છે.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application