સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી) દ્વારા તપાસનો સામનો કરી રહેલી 41 કંપ્નીઓએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા 2471 કરોડ રૂપિયા આપ્યા છે અને આમાંથી 1698 કરોડ રૂપિયા સીબીઆઈ, ઈડી કે આઈટીના દરોડા પછી આપવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારી રહેલા કાર્યકરો દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના નવા આંકડા જાહેર કયર્િ બાદ મીડિયાને સંબોધતા અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછી 30 નકલી કંપ્નીઓએ 143 કરોડ રૂપિયાથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી 172 મોટા કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટ્સ મેળવનારા 33 ગ્રૂપએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, ચુંટણી બોન્ડ દ્વારા ભાજપ્ને રૂ. 1,751 કરોડના દાનના બદલામાં, તે કંપ્નીઓને પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટમાં કુલ રૂ. 3.7 લાખ કરોડ મળ્યા છે, ભૂષણે એવો પણ દાવો કર્યો હતો કે 41 જેટલી કંપ્નીએ ભાજપ્ને 2,471 કરોડ રૂપિયા દાન કયર્િ છે, જેમાંથી સીબીઆઈ, ઈડી કે આઈટીના દરોડા પછી 1,698 કરોડ આપવામાં આવ્યા હતા અને દરોડા પછી તરત જ ત્રણ મહિનામાં 121 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ભૂષણે દાવો કર્યો હતો કે કલ્પતરુ ગ્રુપે ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ આઈટી વિભાગના દરોડા પછી ત્રણ મહિનામાં ભાજપ્ને 5.5 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું, ફ્યુચર ગેમિંગે અનુક્રમે 12 નવેમ્બર, 2023 અને 1 ડિસેમ્બર, 2021 ના રોજ આઈટી અને ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યાના ત્રણ મહિનામાં ભાજપ્ને 60 કરોડ રૂપિયા આપ્યા. ઓરોબિંદો ફામર્એિ 10 નવેમ્બર, 2022 ના રોજ ઈડાના દરોડા બાદ ત્રણ મહિનામાં ભાજપ્ને 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
ભૂષણે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે તેના દ્વારા ચાર કેટેગરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, પ્રથમ છે દાન આપો, વેપાર કરો. બીજું વસુલી અથવા ખંડણી, ત્રીજું કોન્ટ્રાક્ટ લેવા અને લાંચ આપવી અને ચોથું નકલી કંપ્નીઓ બનાવવી. આ કેસમાં અરજદાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજે પણ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. તેણે કહ્યું, તપાસ કરનારની તપાસ કોણ કરશે? ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ માટે એક સ્વતંત્ર એસઆઈટીની રચના થવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech