ન્યુ સાધના કોલોનીમાં બે બિલ્ડીંગના 24 ફલેટો ‘જામ્યુકો’ એ તોડી પાડયા

  • August 07, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જર્જરીત થયેલા વધુ ત્રણ બિલ્ડીંગના 36 ફલેટો આજે તોડી પાડવા કાર્યવાહી શરૂ


જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં એક બિલ્ડીંગનો અડધો ભાગ ધરાશાયી થયા બાદ એક પ્રોઢનું મોત થયું હતું, ત્યારબાદ ગઇકાલે બે બિલ્ડીંગના 24 બ્લોક કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યા હતાં, આ ફલેટમાં 3 પરીવારો રહેતા હતાં તેને સમજાવટ કરીને ફલેટ ખાલી કરાયા બાદ ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જાણવા મળતી માહિતી મુજબ આજે ત્રણ બિલ્ડીંગના 36 ફલેટ તોડી પાડવામાં આવે તેવી શકયતા છે, ગઇકાલે જર્જરીત એલ-105 અને એલ-106 નામના બંને બ્લોકના 24 ફલેટ તોડી પાડવા એસ્ટેટ અધિકારી મુકેશ વરણવાની સુચનાથી નીતીન દિક્ષીત, ફાયરનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાધના કોલોની ગયો હતો, ત્યારબાદ આ બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું હતું, આજે એલ-64, 65, 66ના કુલ 36 જેટલા બ્લોકને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.


આ અગાઉ કોર્પોરેશને જર્જરીત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી હતી, એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીતે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે 3 બિલ્ડીંગના કુલ 36 જેટલા ફલેટ તોડી પાડવામાં આવશે અને આ અંગે તંત્રની સુચના મળી ગઇ છે, ફાયર અને પોલીસનો સ્ટાફ આ કાર્યવાહીમાં હાજર રહેશે.


કોઇપણ જાતની દુર્ઘટના ન બને તે માટે અગાઉ કોર્પોરેશને અવારનવાર લેખિત, મૌખિક સુચના આપી હતી, પરંતુ મોટાભાગના લોકોએ ફલેટ ખાલી કયર્િ હતાં અને કેટલાક લોકોએ ફલેટ ખાલી કયર્િ ન હતાં, અગાઉ પણ એક મકાનનો ભાગ તુટી પડયો હતો અને બીજી વખત ફરીથી એક મકાનનો ભાગ તુટી પડયો છે ત્યારે હવે વહિવટી તંત્ર પણ કડક બન્યું છે, કોઇપણ જાતની જાનહાની થાય તે પહેલા પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News