અત્યાર સુધી સૌની યોજનાના લાભથી વંચિત રહી ગયેલા રાજકોટ જસદણ અને કોટડા સાંગાણી તાલુકાના ૪૧ ગામોનો સમાવેશ સૌની યોજના લિંક ત્રણમાં કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્રારા લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે મીટીંગ મળી હતી અને ત્યાર પછી આ યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પિયા ૨૩૫.૫૦ કરોડની ત્રંબા સૌની યોજના નામથી ઓળખાતી આ યોજનાના લાભ રાજકોટ તાલુકાના ૩૦ કોટડા સાંગાણી જિલ્લાના આઠ અને જસદણ તાલુકાના ત્રણ ગામોને મળવા ઉપરાંત ચાર નાની સિંચાઈ યોજનાને પણ તેનો લાભ મળશે. ૪૧ ગામોને નર્મદાના પાણીનો લાભ આપવાના કામને સરકારે મંજૂરી આપતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.
આ સમગ્ર યોજના સંદર્ભે ત્રંબા ખાતે એક અલાયદૂ પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે અને તેની ક્ષમતા આશરે ૮૦ લાખ લીટર પ્રતિ કલાકની રહેશે. જેમાં અલગ અલગ ક્ષમતા ધરાવતા કુલ ૧૧ પપં મૂકવામાં આવશે. આ કામમાં એમએસ પાઇપ ૧૨૧૯ થી ૯૧૪ એમએમ વ્યાસની નાખવામાં આવશે આઇડી ૮૦૦ થી ૪૫૦ એમએમની પાઇપલાઇન નાખવામાં આવશે. ફુલ આશરે ૧,૪૫,૧૬૪ મીટર લંબાઈના પાઇપલાઇનનું નેટવર્ક બીછાવવામાં આવશે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જણાવ્યા મુજબ આ યોજનાથી ૪૧ ગામની ૫૦૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. રાજકોટ તાલુકાના લોધીડા કાથરોટા પાડાસણ લાખાપર રાજ સમઢીયાળા અણીયાળા નવાગામ ચિત્રવાવ ઢાઢણી, ઢાઢયા, ડેરોઈ ગોલીડા લીલી સાજડીયારી સુકી સાજડીયારી ભુપગઢ વડાલી લોઠડા સરધાર ભગડા ભાયાસર ખારચિયા હલેન્ડા હરીપર મકનસર બાડપર ઉમરાળી હોડથલી રામપરા અને હડમતીયા ગામનો સમાવેશ કરાયો છે. કોટડા સાંગાણી તાલુકામાં પીપલાણા ભાડુઇ રાજપરા નારણકા ભાડવા દેવડીયા પાંચ તલાવડા અને રાજપીપળા ગામનો સમાવેશ કરાયો છે. યારે જસદણ તાલુકાના બોઘરાવદર ગઢડીયા જામ અને વીરનગરને આ યોજનાનો લાભ મળશે.
આ વિસ્તારના લોકોની વર્ષેા જૂની માંગણીનો નિકાલ આવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પર લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. આ પ્રકારના પાણીદાર નિર્ણયના કારણે રાજકોટ કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ૪૧ ગામો માટે આ યોજના જીવાદોરી સમાન બની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech