સિક્કિમમાં વાદળ ફાટતાં સૈન્યના ૨૩ જવાન લાપતા

  • October 04, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદી ગાંડીતૂર બની છે તીસ્તામાં આવેલા વિનાશક પૂરના કારણે સેનાના ૨૩ જવાનો ગુમ થયા છે. વહીવટીતંત્રે આસપાસના ગામડાઓના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. જવાનો માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને પણ અસર થઈ છે.વાદળ ફાટા બાદ પૂરની સ્થિતિમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમગં સિંગતમ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું, 'ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર પૂર આવ્યું, ૨૩ સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક ૧૫–૨૦ ફટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. સેનાના ૨૩ જવાનો ગુમ થયા અને ૪૧ વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.


બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, સરકારી તંત્રને સ્થાને મૂકીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન–માલનું નુકસાન થયું નથી પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા ૧૮ ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના ચમોલીના થરાલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. વાદળ ફાટા બાદ પ્રણમતી નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગ્યું અને પિંડાર નદીમાં પણ ઉછાળો આવ્યો. નદીઓના પાણી લોકોના ઘર અને શિવ મંદિરમાં ઘૂસી ગયા હતા. જેના કારણે ભારે નુકશાન થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application