ગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા 23 હોમગાર્ડ ઝડપાયા હતા. આથી ગીર સોમનાથ હોમગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકરેએ તમામને સસ્પેન્ડ કર્યા છે. હોમગાર્ડ જવાનો જ્યાં રાત્રી ફરજ બજાવે છે તે જિલ્લાભરના પોઇન્ટનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ જવાનો રાત્રિ ફરજ પોઈન્ટ ઉપર ફરજ બજાવવાના બદલે મીઠી ઊંઘ માણતા હતા. જેમાં તાલાલાના 5, સુત્રાપાડાના 5, પ્રભાસ પાટણના 4 અને વેરાવળના 9 હોમગાર્ડ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે તમામ યુનિટ કમાન્ડિંગને પણ સજા ફરમાવવામાં આવી છે. તેઓને પાંચ દિવસ માનદ સેવા આપવાની સજા આપવામાં આવી છે.
તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, પ્રભાસ પાટણ, ઉના, કોડીનાર તાલુકામાં 6 હોમગાર્ડ યુનિટ કાર્યરત છે. જેમાં 300 હોમગાર્ડ જવાનો પોલીસને સાથે કાયદો અને વ્યવસ્થા માટે દિવસ-રાત ફરજ બજાવે છે. હોમગાર્ડ જવાનો યોગ્ય રીતે ફરજ બજાવે છે કે નહીં તેની જાત તપાસ માટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિજય ઠાકરે હોમગાર્ડ જવાનો જ્યાં રાત્રિ ફરજ બજાવે છે તે તમામ પોઈન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં આ 23 હોમગાર્ડ ફરજને બદલે ઊંઘતા ઝડપાયા હતા. આથી આ તમામને ફર પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech