સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 23 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને હિન્દુ મંદિરો પર હુમલાની 152 ઘટનાઓ નોંધાઈ છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે પણ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં (26 નવેમ્બર 2024 થી 25 જાન્યુઆરી 2025 સુધી) બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હુમલાની 76 ઘટનાઓ બની છે.
વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જવાબમાં તેમણે કહ્યું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 23 હિન્દુઓના મોત અને હિન્દુ મંદિરો પર હુમલાના 152 બનાવો બન્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની નોંધ લીધી છે અને બાંગ્લાદેશ સરકાર સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે.
ભારતે ગઈકાલે બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું હતું અને બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા તેમના દેશના આંતરિક શાસનના મુદ્દાઓ માટે નવી દિલ્હીને દોષી ઠેરવીને ભારતનું નકારાત્મક ચિત્ર ઉભું કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે ઇસ્લામને બોલાવવા અંગે મીડિયાના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકાર પરસ્પર ફાયદાકારક સંબંધ માટે પ્રયત્નશીલ રહેશે. ઉલ્લેખનીય છે કે એક ઓનલાઈન સંબોધનમાં, હસીનાએ તેમના સમર્થકોને બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સામે ઉભા થવા હાકલ કરી અને તેના પર ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરવાનો આરોપ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech