રાજકોટ શહેર ઉપર મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે, મહાપાલિકાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં કમળાનો એક, ડેન્ગ્યુના ચાર અને ટાઈફોઈડના પાંચ કેસ જાહેર કરાયા છે. જ્યારે સપ્તાહમાં શરદી-ઉધરસના સૌથી વધુ 1162, તાવના 488 અને ઝાડા-ઉલટીના 452 કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકિંગ કરી 466 સંકુલોને નોટિસ આપી રૂ.55,200નો દંડ વસુલાયો છે. મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા કેસ કરતા શહેરમાં દસ ગણા વધુ કેસ હોવાનું ખાનગી તબીબી વર્તુળોનું અનુમાન છે. ખાસ કરીને હાલ શહેરમાં ચિકન ગુનિયાના પણ અનેક કેસ છે પરંતુ મહાપાલિકાના રિપોર્ટમાં ચિકનગુનિયાના કેસ શૂન્ય દશર્વ્યિા હોય તંત્રએ છુપાવ્યા હોવાની શંકા ઉપસ્થિત થઇ છે.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ રોગચાળો અટકાવવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 85,863 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1247 ઘરોમાં ફોગીંગ કરાયું છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા છે. તદઉપરાંત ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 406 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 314 અને કોર્મશીયલ 152 આસામીને નોટીસ આપી રૂા.55,200નો દંડ વસુલ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech