21 મિનિટમાં 21 લાડુ સપાચટ : રાજકોટમાં ભાજપના ગણેશ મહોત્સવમાં સરપદડના 73 વર્ષના લાડુવીર જીત્યા

  • September 27, 2023 11:05 AM 

રાજકોટમાં રેસકોર્સમાં ઉજવાઇ રહેલા ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં સરપદડના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઇ લુણાગરીયા 21 મિનીટમાં 21 લાડુ આરોગીને વિજેતા થયા હતા. ગત વર્ષે 23 લાડુ જમી જનાર ગોવિંદભાઇ આ વખતે ફરી વિજેતા થયા હતા. બીજા ક્રમે આવેલા મોકાસણના માવજીભાઈ ઓળકિયા સાડા 13 લાડુ ખાઇ ગયા હતા. લાડુ સ્પર્ધામાં મહિલાઓમાં પ્રિતીબેન રૂપારેલીયા 10 લાડુ ખાઈ પ્રથમ ક્રમે રહ્યા હતા.

રેસકોર્સમાં લાડુ જમણ સ્પર્ધા યોજાતા તેમાં 100 ગ્રામનો એક લાડુ દાળ અને પાણી સાથે પિરસાતા હતા. પ્રથમ 5 મિનીટમાં 5 લાડુ ખાઇ શકનાર કવોલિફાઇડ થતા હતાજેમાં ગોવિંદભાઇએ સાડા ત્રણ મિનીટમાં જ 5 લાડુ ખાઇ લીધા હતા. બાદમાં 17 મિનિટમાં બીજા 16 લાડુ ચટ કરી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application