અમેરિકાને વાવાઝોડાએ ધમરોળ્યું ૨૧ના મોત,અસંખ્ય ઘર તબાહ થયા

  • May 28, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના દક્ષિણ મેદાનો અને ઓઝાર્ક સહિત ચાર રાજયોમાં અતિ ભારે તોફાનના પગલે જન જીવન પર વ્યાપક અને વિપરીત અસર પડી છે. તોફાનના કારણે સોમવારે ૨૧ લોકોના મોત થઈ ગયાછે જયારે વાવાઝોડાને કારણે સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા. સાથે જ હવામાન વિભાગે વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યકત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે મેમોરિયલ હોલિડેમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. અરકાનસાસમાં ઓછામાં ઓછા આઠ, ટેકસાસમાં સાત, કેન્ટુકીમાં ચાર અને ઓકલાહોમામાં બે મૃત્યુ થયા છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે સોમવારે સાંજે ન્યુ જર્સી, ન્યુયોર્ક અને પેન્સિલવેનિયાના ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી. વાવાઝોડાથી ૩૦ મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે, કારણ કે વાવાઝોડું પૂર્વ કિનારા તરફ આગળ વધવાની શકયતાઓ હતી

વીજળી પુન:સ્થાપિત કરવામાં સમય લાગી જશે
નેશનલ વેધર સર્વિસે એટલાન્ટા વિસ્તાર અને યોર્જિયાના અન્ય ભાગો અને કેટલાક પશ્ચિમી દક્ષિણ કેરોલિના કાઉન્ટીઓ માટે ઓછામાં ઓછા સોમવારે બપોર સુધી ભારે તોફાનની ચેતવણી જારી કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં વીજળી પુન:સ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે

ઉત્તરી ટેકસાસમાં ૧૦૦ લોકો ઘાયલ
ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે, ઓકલાહોમા સરહદ નજીક ઉત્તરી ટેકસાસમાં એક શકિતશાળી વાવાઝોડામાં એક બે વર્ષનો અને એક પાંચ વર્ષનાં માસૂમના મોત થયા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થઈ ગયા. માહિતી અનુસાર, સોમવારે હવામાનને કારણે હજારો અમેરિકનોએ પાવર કટનો સામનો કરવો પડો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application