ખેતીમાં આધુનિકીકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ ખર્ચ ઘટાડવા અનુરોધ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૩ દરમિયાન થયેલ કામગીરી તથા ચાલું વર્ષ-૨૦૨૪ દરમિયાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવેલ. ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ વિષય પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીમાં આધુનીકરણ અને ખેતીખર્ચ ઘટાડો તેમજ પ્રાકૃતિક ખેતી વગેરે જેવાં મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રગતિશીલ ખેડૂત વિશાલ જેસડીયાને મિલિયોનેર ફાર્મર ઓફ ધ ઇન્ડિયા; બલદેવ ખાત્રાણીને સરદાર પટેલ સંશોદ્નાન પુરષ્કાર તેમજ કિશોરભાઈ પેઢડીયાને રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ પાયલબેન કંટારીયાને નાગલી મેડમ સાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા. કુલપતિ ડો. વિ. પી. ચોવટિયાએ બદલતા વાતવરણમાં આવનાર ખેતી વિષયક પ્રશ્નોને પહોંચી વળવા વૈજ્ઞાનિકો અને ખેડૂતોને ટકોર કરેલ હતી અને ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાનો હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવાની ભલામણ કરી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. વિ. પી. ચોવટિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડો. કે. પી. બારૈયા. ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જુનાગઢ કૃષિ યૂનિ.ના સહ સંશોધન નિયામક, સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. એસ. હીરપરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક, લાઈન ડીપાર્ટમેન્ટના સભ્યો તેમજ જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech