કેપ્ટન અમરિન્દર સિંહે જસ્ટિન ટ્રુડોને સોંપી હતી કેનેડામાં પનપતા ભારત વિરોધી આતંકવાદીઓનું લિસ્ટ :
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના રક્ષા મંત્રી હરજીત સિંહ સજ્જને ફેબ્રુઆરી 2018 માં પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જ્યાં સુધી તેઓ પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળવા માટે સંમત ન થયા ત્યાં સુધી તેમની ફ્લાઈટને અમૃતસરમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કેનેડાના અખબાર ગ્લોબ એન્ડ મેલે તેના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા ખાલિસ્તાન તરફી અલગતાવાદી અને પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં ત્રણ પંજાબી યુવાનોની ધરપકડ વચ્ચે આ અહેવાલ સામે આવ્યો છે. કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો પહેલાથી જ આ હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના આરોપોને લઈને વણસ્યા છે.
અમરિંદરે ટ્રુડોને 21 ફેબ્રુઆરી, 2018 ના રોજ અમૃતસરમાં તેમની મીટિંગ દરમિયાન કેટીએફ, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ભારતીય મૂળના સભ્યો સહિત કેનેડામાં હાજર નવ એ-શ્રેણીના આતંકવાદીઓની યાદી સોંપી હતી. તેમણે ટ્રુડોને કહ્યું કે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે ખાલિસ્તાન તરફી કાર્યકરો દ્વારા કેનેડાની ધરતીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમરિન્દર સિંહે તેમને એમ પણ કહ્યું હતું કે કેનેડાની સરકાર નિજ્જર સહિત નવ લોકો સામે એક-બે કેસ સિવાય કોઈ પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
ગ્લોબ એન્ડ મેલના અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેપ્ટન અમરિન્દર સિંહ સાથેની ચર્ચા સુખદ ન હતી. તેમણે કહ્યું કે કેનેડાના સરકારી અધિકારીઓએ ભારત સરકારને ખાતરી આપી છે કે તેઓ સબમિટ કરાયેલી સૂચિ પર ધ્યાન આપશે. આ પહેલીવાર નથી જ્યારે કેનેડાને ભારત સરકાર દ્વારા આવા આતંકવાદીઓ અને ગુનેગારોની યાદી આપવામાં આવી હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech