પહેલી એપ્રિલે ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવી શકાશે નહી

  • March 29, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના પહેલા દિવસે, તેની પ્રાદેશિક કચેરીઓમાં ૨૦૦૦ પિયાની નોટો બદલવાની અથવા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ખાતાઓને બધં કરવામાં આરબીઆઈની કામગીરી સામેલ હશે, જેના કારણે . ૨૦૦૦ની નોટો બદલવાની અથવા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ૨ એપ્રિલ, ૨૦૨૪થી ૨૦૦૦ પિયાની નોટ જમા કરી શકાશે કે બદલી શકાશે.
અગાઉ ૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે ૨૦૦૦ પિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ, અત્યાર સુધીમાં ૨૦૦૦ પિયાની કુલ ૯૭.૬૨ ટકા નોટો ભારતીય રિઝર્વ બેંકને પરત કરવામાં આવી છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ એક જાહેરાતમાં, આરબીઆઈએ દેશમાંથી . ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

૨૦૦૦ પિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચતી વખતે આરબીઆઈએ કહ્યું હતું કે ૧૯ મે ૨૦૨૩ના રોજ દેશમાં ૨૦૦૦ પિયાની ૩.૫૬ લાખ કરોડ પિયાની નોટો ચલણમાં હતી. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં, આ આંકડો ઘટીને . ૮૪૭૦ કરોડ પર આવી ગયો છે, એટલે કે . ૨૦૦૦ની કુલ નોટોમાંથી ૯૭.૬૨ ટકા આરબીઆઈને પાછી આવી છે. આરબીઆઈ એ સ્પષ્ટ કયુ છે કે ૨૦૦૦ પિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે

આરબીઆઈએ ૨૦૦૦ની નોટ બધં નથી કરી, માત્ર ચલણમાંથી બહાર કાઢી
આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી બેંકોમાં ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા આપી હતી, જો કે આ પછી પણ ઘણા લોકો ૨૦૦૦ પિયાની નોટ પરત કરવામાં અસમર્થ રહી ગયા હતા. આને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તેમને પરત કરવાની સમયમર્યાદા ૭ ઓકટોબર સુધી લંબાવી હતી અને ત્યાર બાદ ૦૯ ઓકટોબર, ૨૦૨૩થી આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં . ૨૦૦૦ની નોટો જમા અથવા બદલી શકાશે. આ ઉપરાંત, લોકો ભારતની પોસ્ટ દ્રારા આરબીઆઈ ની કોઈપણ ઇશ્યૂ આફિસને દેશની કોઈપણ પોસ્ટ આફિસમાંથી ૨૦૦૦ પિયાની નોટ મોકલીને તેમના બેંક ખાતામાં રકમ જમા કરાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application