યુકેમાં 200 કંપનીઓએ અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો

  • January 28, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ જ્યાં ભારતમાં કેટલાક લોકો અઠવાડિયામાં 70 થી 90 કલાક કામ કરવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ, યુકેમાં ઓછામાં ઓછી 200 કંપ્નીઓએ એવો નિર્ણય લીધો છે, જે કર્મચારીઓ માટે ફાયદાકારક છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુનાઇટેડ કિંગડમમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ઓછામાં ઓછી 200 બ્રિટિશ કંપ્નીઓએ તેમના કર્મચારીઓ માટે પગાર ઘટાડ્યા વિના અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો છે. આ ફેરફારને 4 ડે વીક ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તેમાં માર્કેટિંગ, ટેકનોલોજી, ચેરિટી અને આઇટી ક્ષેત્રની કંપ્નીઓની મજબૂત ભાગીદારી છે.
જે લોકો 4-દિવસના કાર્યકારી પેટર્નને સમર્થન આપે છે તેઓ માને છે કે 5-દિવસના કાર્યકારી પેટર્નને જૂના આર્થિક યુગમાંથી વારસામાં મળ્યું છે અને તેને બદલવાની જરૂર છે. 4 ડે વીક ફાઉન્ડેશનના ઝુંબેશ નિર્દેશક જો રાયલના જણાવ્યા અનુસાર 9-5 કાર્યકારી પદ્ધતિ 100 વર્ષ પહેલાં વિકસાવવામાં આવી હતી અને હવે તે આધુનિક સમય માટે યોગ્ય નથી. રાયલે કહ્યું કે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાથી કર્મચારીઓને વધુ ફ્રી સમય અને વધુ સારું જીવન જીવવાની સ્વતંત્રતા મળશે. વધુમાં, ગ્રાહકો માટે ઉત્પાદન વધારવા અને કર્મચારીઓને આકર્ષવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે.
આ પગલું સૌપ્રથમ માર્કેટિંગ, જાહેરાત અને પ્રેસ સંબંધો સંબંધિત 30 કંપ્નીઓ દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યારબાદ, ટેકનોલોજી, આઇટી અને સોફ્ટવેર કંપ્નીઓએ પણ તેને અપ્નાવ્યું. અત્યાર સુધીમાં કુલ 200 કંપ્નીઓએ ચાર દિવસના કાર્યકારી સપ્તાહનો નિયમ લાગુ કર્યો છે, જેમાં લંડનની 59 કંપ્નીઓનો સમાવેશ થાય છે.
કોવિડ-19 મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાની પદ્ધતિએ ઘણા કર્મચારીઓને પરંપરાગત કાર્ય માળખાથી અલગ કરી દીધા છે. જ્યારે જેપી મોર્ગન ચેસ અને એમેઝોન જેવી ઘણી અમેરિકન કંપ્નીઓએ કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ આવવાનો આદેશ આપ્યો ત્યારે વિરોધ થયો હતો. ઘણા કર્મચારીઓએ આ આદેશનો વિરોધ કર્યો અને ઘરેથી કામ કરવાનો અધિકાર આપવાની માંગ કરી.
લેબર પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ આ પગલાને સમર્થન આપ્યું છે, જોકે આ પાર્ટીની સત્તાવાર નીતિ નથી. એક સર્વે મુજબ, 18 થી 34 વર્ષની વયના લોકો અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાના નિયમને વધુ યોગ્ય માને છે. આમાં, લગભગ 78 ટકા યુવાનો માને છે કે આગામી પાંચ વર્ષમાં આ સામાન્ય થઇ જશે. સ્પાર્ક માર્કેટ રિસર્ચના એક સર્વે મુજબ, યુવાનો કહે છે કે માનસિક સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારી તેમની ટોચની પ્રાથમિકતા છે અને ચાર દિવસનો સપ્તાહ તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application