બે વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખરેડ ગામે રહેતા શખ્સે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યાની જેતે સમયે મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ મહુવાની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૨૦ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
મહુવા તાલુકાના ખરેડ ગામે રહેતા જયસુખ રવજીભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) નામના શખ્સે ગત તા. ૧૫-૧૧ ના રોજ ૧૪ વર્ષીય સગીરાને ખેતરે લઈ જઈ ભોગ બનનારને મોઢે હાથ દઈ ચીકુડીની નીચે લઈ જઈ ભોગ બનનાર ઉપર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ગત તા. ૨-૧૦ ના રોજ રાત્રીને ૧૦ કલાકે ભોગ બનનાર નોરતા જેવા જતી હતી ત્યારે રસ્તામાં આરોપીએ મોટરસાઈકલ તેણી ઉપર ચડાવી દેવાની ધમકી આપી મોટરસાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી આરોપી તેની વાડીએ લઈ જઈ બળજબરી પુર્વક તેણી ઉપર અવાર -નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનારની માતાએ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી જયસુખ રવજીભાઈ બાંભણીયા સામે ગુનો નોંધીયો હતો.
મહુવાના ચોથા એડીશ્નલ સેશન્સ જજ તથા જજ, એફ.ટી.એસ.સી. (પોકસો) કોર્ટ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી જયસુખ રવજીભાઈ બાંભણીયાને ઈ.પી.કો. કલમ ૩૬૩ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા. ૧૦ હજારનો રોકડ દંડ આરોપી જો દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદની સજા તેમજ ઈ.પી. કો. કલમ ૭૧ તથા જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૩૬ તથા પોકસો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા પોકસો એક્ટની કલમ-૬ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ૧૦ હજારનો રોકડ દંડ આરોપી જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સખ્ત કેદની સજા અદાલતે ફટકારી હતી. ભોગ બનનારને પુન: વસન સબબ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ મુજબ આરોપીએ ભરેલ દંડની રકમ રૂા. ૨૦ હજારનું વળતર ભોગ બનનારને આપવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech