ઘંટેશ્વવરમાં 20 કરોડની સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

  • December 07, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી એકધારી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. સરકારી જમીનને પોતાની માલિકીની ગણીને દબાણ થઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા પછી મામલતદાર ટીમ દ્વારા આજે ઘંટેશ્વરમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી.


ઘંટેશ્વરના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 150 ની નવા કોર્ટ બિલ્ડીંગ નજીક આવેલી જગ્યામાં ઝૂંપડા, મકાનો, વંડા સહિતનું દબાણ વ્યાપક પ્રમાણમાં થયાનું ધ્યાન પર આવતા આજે તેના પર બુલડોઝર ફેરવીને માર્કેટ વેલ્યુ મુજબ અંદાજે રૂપિયા 20 કરોડની કિંમતની ચાર એકર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

રાજકોટ તાલુકા મામલતદાર અને તેની ટીમ દ્વારા ગયા સપ્તાહે વાવડી અને મોરબી રોડ પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આજે ઘંટેશ્વરમાં પૂરતા પોલીસ બંદોબસ્ત ને સાથે રાખી ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરુવારે ઘંટેશ્વરમાં ઓપરેશન કરવામાં આવશે તેવી આગોતરી જાણ કરી દેવામાં આવી હોવાથી લોકો સવારથી જ મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો અને દબાણ હટાવને લગતી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application