દિવાળી ટાણે રાજકોટમાં ડેંગ્યુના 20 કેસ મળ્યા; કુલ આંક 312

  • October 28, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં દિવાળી પર્વના તહેવારો ટાણે ડેંગ્યુના વધુ 20 કેસ મળતા શહેરમાં ડેન્ગ્યુના કેસનો કુલ આંક 312 થયો છે. મહાપાલિકાની આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં ડેન્ગ્યુના વધુ 20, મેલેરિયાના બે, શરદી ઉધરસના 1109, સામાન્ય તાવના 616, ઝાડા ઉલ્ટીના 155 અને ટાઈફોઇડના ત્રણ સહિત કુલ 1905 કેસ મળ્યા છે. તહેવારો સમયે દવાખાના દર્દીઓથી છલકાઇ રહ્યા છે. જો કે ખાનગી તબીબોના મતે મહાપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંક હાસ્યાસ્પદ છે મનપાએ સમગ્ર શહેરમાં 10 માસમાં ડેન્ગ્યુના કુલ 312 કેસ જાહેર કયર્િ છે, જ્યારે ખરેખર તો કોઇ મોટી હોસ્પિટલમાં 300 કેસ તો ફક્ત ચોમાસાના જ નીકળે !
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ 360 ટીમ દ્વારા 93,338 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડવર્કરો દ્વારા 5637 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગિંગ કરાયું હતું. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 452 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં 478 અને કોર્મશિયલમાં 156 આસામીને નોટીસ આપી રૂા.71,950નો દંડ વસુલ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News