2 વર્ષના ટેણીયાએ રચ્યો ઈતિહાસ, સૌથી નાની વયે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યો

  • January 29, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ બન્યો ; ટ્રેક બાદ માતા-પિતા કરતા બાળકની તબિયત સંપૂર્ણ સ્વસ્થ 

કાર્ટર ડલાસ નામના ૨ વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે જે કેટલાક મોટાભાગના યુવાનો દ્વારા પણ નથી થઇ શકતું. આ બાળકે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કાર્ટર ડલાસ તે બ્રિટનનો રહેવાસી છે. કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનાર વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ બન્યો છે. તેણે ૨૫ ઓક્ટોબરે નેપાળમાં સમુદ્ર તળિયેથી ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ. તેણે પોતાના ૩૧ વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો. આ દરમિયાન તેની ૩૧ વર્ષની માતા ઝેડ પણ તેની સાથે હતી. આ પરિવાર ગ્વાસગોથી આવ્યો હતો અને એક વર્ષ માટે એશિયાની યાત્રા પર નીકળ્યો હતો.

રિપોર્ટ અનુસાર એવુ માનવામાં આવે છે કે ચેક ગણરાજ્યના એક ચાર વર્ષના બાળકની નામે છેલ્લો બેઝ કેમ્પ રેકોર્ડ હતો. રોસે કહ્યુ, કાર્ટરે મારી અને તેની માતાની તુલનામાં સારું પર્ફોમન્સ આપ્યું છે. અમને બંનેને થોડી ઊંચાઈ પર મુશ્કેલી થવા લાગી હતી પરંતુ તે બિલકુલ ઠીક હતો. બેઝ કેમ્પ પહેલા ગામમાં હાજર બે ડોક્ટરોએ તેની તપાસ કરી હતી. તેમનો બ્લડ ટેસ્ટ થયો જેથી જાણ થઈ શકે કે તેમની હેલ્થ સારી છે કે નહીં. કાર્ટરેનો ટેસ્ટ રિપોર્ટ અમારા કરતા ઘણો સારો હતો. 

આ મામલે વધુ જાણકારી આપતાં રોસે કહ્યું કે કાઠમંડુ પહોંચ્યાના ૨૪ કલાકની અંદર જ અમે ચઢાણ શરૂ કરી દીધું હતું . મારો પરિવાર આ યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. તમામ નિયમિત રીતે શ્વાસ સાથે જોડાયેલી એક્સરસાઈઝ કરી રહ્યા હતા. મારું બાળક કાર્ટર સમગ્ર પરિવાર સાથે આઈસ બાથ લે છે. મેં અને મારી પત્નીએ ઓગસ્ટ ૨૦૨૩માં સ્કોટલેન્ડમાં અમારું ઘર ભાડે આપી દીધું હતું અને પરિવાર સહિત અમને ટ્રાવેલ પર નીકળી ગયા હતા. સૌથી પહેલા અમે ભારત આવ્યા અને પછી શ્રીલંકા અને માલદીવ ગયા હતા. ત્યારબાદ અમે ફરી ભારત આવીને નેપાળ રવાના થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application