વર્ષ 1985માં એર ઈન્ડિયાના કનિષ્ક વિમાન પર આતંકવાદી બોમ્બ વિસ્ફોટ કરી 331 નિર્દોષ લોકોનો જીવ લેનારી ઘટનાના કેસમાં નિર્દોષ છૂટેલા રિપુદમન સિંહ મલિકની 2022માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેના હત્યારાઓ એ કોર્ટમાં સરન્ડર કર્યું છે અને હત્યાની કબુલાત આપી છે.
હત્યાના આરોપી બે શખ્સએ કેનેડિયન કોર્ટમાં સેક્ધડ-ડિગ્રી મર્ડર માટે દોષી હોવાનું કબુલ્યું છે. ટેનર ફોક્સ અને જોસ લોપેઝે બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટમાં 75 વર્ષીય મલિકની હત્યા માટેની ટ્રાયલની પૂર્વસંધ્યાએ અરજી દાખલ કરી હતી. અહી જણાવી દઈએ કે મલિકની 2022 માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે અને સહ-આરોપી અજાયબ સિંહ બાગરીને 2005માં સામૂહિક હત્યા અને 1985માં બે બોમ્બ ધડાકા સાથે સંબંધિત કાવતરાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં 331 લોકો માયર્િ ગયા હતા.
સોમવારે ન્યૂ વેસ્ટમિન્સ્ટરની કોર્ટમાં, ફોક્સ અને લોપેઝ બંનેએ આરોપો સ્વીકાયર્િ હતા. ટેનર ફોક્સ અને જોસ લોપેઝને આ હત્યા કરવા માટે ભાડેથી રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેમને નોકરી પર રાખવા માટે અને આ હત્યાને નિર્દેશિત કરવા માટે જવાબદાર પક્ષકારોને ન્યાય આપવામાં ન આવે ત્યાં સુધી કામ અધૂરું રહેશે તેમ તેમના વકીલોએ દલીલ કરી હતી.હવે આગામી 31 ઓક્ટોબરે સુનાવણી રાખવામાં આવી છે અને ત્યારે તેમને સજા સાંભળવામાં આવે તેવી શક્યતા છે.
1985 એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ વિસ્ફોટ એ કેનેડાના ઈતિહાસ અને એરલાઈનના ઈતિહાસમાં સૌથી ખરાબ આતંકવાદી હુમલાઓમાંનો એક છે. 23 જૂન, 1985ના રોજ, એર ઈન્ડિયાની ફ્લાઈટ 182, 268 કેનેડિયન નાગરિકો અને 24 ભારતીય નાગરિકો સહિત 329 લોકોને લઈને ટોરોન્ટોથી ઉડાન ભરી અને મોન્ટ્રીયલમાં રોકાઈ જ્યાંથી તે લંડન અને પછી તેના અંતિમ મુકામ બોમ્બે જતી હતી.પ્લેન એટલાન્ટિક મહાસાગરથી 31,000 ફૂટ ઉપર ઉડી રહ્યું હતું ત્યારે આગળના કાર્ગોમાં સુટકેસ બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં સવાર તમામ લોકો માયર્િ ગયા.બીજો બોમ્બ જાપાનથી ઉડવાની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ તે ટોક્યોના નારીતા એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો જેમાં બે સામાન સંભાળનારાઓ માયર્િ ગયા હતા.
આ માટે ઇન્દ્રજીત સિંહ રેયાતને વિવિધ આરોપો પર દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બોમ્બ બનાવવામાં મદદ કરવા બદલ અને મલિક સહિત ટ્રાયલ દરમિયાન જૂઠું બોલવા બદલ 30 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેની ખોટી જુબાનીની બે તૃતીયાંશ સજા ભોગવ્યા બાદ તેને 2016માં મુક્ત કરવામાં આવ્યો હતો. કનિષ્ક બોમ્બ વિસ્ફોટ માટે રિયાત જ દોષિત ઠરેલો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech