મુંબઈ હોર્ડિગ અકસ્માતમાં વધુ ૨ મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક ૧૬ થયો

  • May 16, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈના ઘાટકોપરમાં યાં હોડિગ પડું હતું ત્યાં સતત ત્રીજા દિવસે બચાવ કામગીરી ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે રાત્રે કાટમાળ નીચે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા.એનડીઆરએફએ કહ્યું કે હજુ બે મૃતદેહો બહાર કાઢી શકાયા નથી. આ સાથે મૃત્યુઆકં ૧૬ પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે મુંબઈમાં ધૂળની ડમરીઓ અને વરસાદ થયો હતો. આ દરમિયાન ઘાટકોપરના એક પેટ્રોલ પપં પર ગેરકાયદે હોડિગ પડી ગયું હતું. ૧૦૦ ફટ ઉંચા અને ૨૫૦ ટન વજનના લોખંડના હોડિગ નીચે ઘણી કાર, ટુ–વ્હીલર અને લોકો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં ૭૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે પેટ્રોલ પંપમાં અંડરગ્રાઉન્ડ યુઅલ સ્ટોરેજ ટાંકીને કારણે આગ લાગવાની આશંકા છે. તેથી, અમે ગેસ કટરનો ઉપયોગ કરતા નથી કારણ કે તેની સ્પાર્ક આગનું કારણ બની શકે છે. ગેસ કટરનો ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે કાટમાળ દૂર કરવામાં વિલબં થાય છે. ક્રેન્સ અને અન્ય મશીનોનો ઉપયોગ કરીને પણ પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં બચાવ કામગીરી દરમિયાન આગની નાની ઘટના બની હતી. જોકે, ત્યાં તૈનાત ફાયર બ્રિગેડના જવાનોએ તેને તાત્કાલિક બુઝાવી દીધી હતી.




બિલબોર્ડના માલિક સામે ૨૩ કેસ નોંધાયેલા
પોલીસે કહ્યું હતું કે બિલબોર્ડ ઇન્સ્ટોલેશન એજન્સીના માલિક ભાવેશ ભીંડે વિદ્ધ ૨૩ ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. તાજેતરમાં તેની બળાત્કારના આરોપમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં, મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જામીન મળી ગયા હતા. તેની સામે પંતનગર પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૪ (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભીંડેએ ૨૦૦૯માં મહારાષ્ટ્ર્ર વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યેા હતો કે ૨૦૧૭–૧૮માં ભારતીય રેલ્વેના કોમર્શિયલ વિભાગ દ્રારા તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application