જૂનાગઢ ટીંબાવાડીમાં શિક્ષકના મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ૨.૨૧ લાખની ચોરી

  • March 30, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમા અંકુર સોસાયટીમાં રહેતા ચેતનાબેન દિનેશભાઈ જોગીયા ના પતિ અંધ હોય અને બાંટવા સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હોય જેથી તેઓ તેના પરિવાર સાથે બાટવા ભાડે મકાનમાં રહે છે. મકાનમાં તા.૧૭ થી ૨૩ દરમિયાન અજાણ્યા ઇસમે પ્રવેશ કરી મુખ્ય દરવાજાને ગ્રીલનો નકુચો તોડી રૂમમાં રહેલ કબાટના દરવાજા લોક તોડી કબાટમાં રાખેલ સોનાના કડી વાળો બે તોલાનો ચેન, સોનાનું પેન્ડલ, ત્રણ સોનાની વીંટી, અડધા તોલાની સોનાની બુટ્ટી, દીકરીઓના બુટ્ટી અને સોનાના દાણા, ચાંદીની સાંકળ, ચાંદીના સિક્કા અને અડધો લાખની રોકડ મળી કુલ ૨.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થયાની સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોધી આસપાસના સીસીટીવી ફૂટેજ ને આધારે વધુ તપાસ પીએસઆઇ ચૌહાણ એ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application