મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો.
આ અકસ્માતમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે જ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બે કર્મચારીઓના મોતની પણ માહિતી મળી રહી છે.આગ ઓલવવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ફેક્ટરી વિસ્તારના KF 6 વિભાગમાં હવાઈ બોમ્બ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જબલપુરની આ ઓર્ડિનન્સ ફેક્ટરી ભારત સરકાર દ્વારા સંચાલિત છે. આ ફેક્ટરીમાં સેના માટે હથિયાર અને બોમ્બ બનાવવામાં આવે છે. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલના બર્ન યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.
કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ નવ લોકોમાંથી બેની હાલત અત્યંત ગંભીર છે. એક કર્મચારી હજુ પણ ગુમ છે, જે બિલ્ડિંગને નુકસાન થવાને કારણે કાટમાળ નીચે દટાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા જ ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જો કે આ દુર્ઘટના અંગે ફેક્ટરીના કોઈપણ અધિકારી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. કર્મચારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો ત્યાં ઉચ્ચ સુરક્ષા છે. કોઈપણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેની હજુ સુધી આંકલન થઈ શકી નથી. ફેક્ટરી મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી ઘાયલોના સંબંધીઓને મોકલી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech