૧૮૩૪ વિદ્યાર્થીઓએ એસ.ટી.ની પાસ યોજનાનો લીધો લાભ

  • November 30, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવુ શૈક્ષણિક સત્ર શ‚ થયુ છે ત્યારે જિલ્લાના ૧૮૩૪ વિદ્યાર્થીઓએ એસ.ટી. બસના પાસ  કઢાવ્યા છે અને તેના દ્વારા ૧ કરોડ ૧૦ લાખથી વધુની તેઓને રાહત થઇ છે.
પોરબંદર જીલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજોમાં બીજું સત્ર ચાલુ થયું છે. જેમાં ગામડામાંથી શહેરમાં અભ્યાસ માટે આવતા વિધાર્થીઓની એસ.ટી બસનો પાસ કઢાવવા માટે  કોઈ અગવડતા ન પડે તે માટે પોરબંદર ડેપો મેનેજર પી.બી.મકવાણાના માર્ગદર્શન હેઠળ પોરબંદર, રાણાવાવ, કુતિયાણા એસ ટી ડેપો ખાતે પાસ માટેના સમયમાં વધારો કરીને પાસ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. 
જેમાં અત્યાર સુધીમાં પોરબંદર બસ સ્ટેશન ખાતેથી ૪૩૩ રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં આવ્યાં હતાં જેની ભાડાની રકમ ‚ા.૧૮,૪૦,૫૪૧ થાય છે.જેમાં પાસ યોજના મૂજબ ભાડામાં થતી કુલ રકમનાં ૮૨.૫% એટલે ‚ા.૧૫,૧૮,૪૪૬ની રાહત આપવામાં આવી છે અને ગ્રામીણ ક્ધયા વિદ્યાર્થીનીઓના ૭૯૫ ફ્રી પાસ કાઢવામાં આવ્યાં છે.જેની પાસ યોજના મૂજબ ૧૦૦% રાહત એટલે ‚ા.૬૧,૮૬,૫૧૪ રાહત આપવામાં આવી છે.
રાણાવાવ બસ સ્ટેશન ખાતેથી ૧૫૭ રેગ્યુલર વિદ્યાર્થી પાસ કાઢવામાં આવ્યા હતા જેની ભાડાની રકમ ‚ા.૬,૯૪,૪૪૬ થાય છે.જેમાં પાસ યોજના મુજબ ભાડામાં કુલ રકમમાંથી ૮૨.૫% રાહત એટલે  ‚ા.૫,૭૨,૯૧૭ની રાહત આપવામાં આવી છે.અને ગ્રામીણ ક્ધયા વિદ્યાર્થીની ૨૯૧ ફ્રી પાસ કાઢીને ૧૦૦%રાહત એટલે  ‚ા.૨૧,૮૩,૩૭૬ની રાહત આપવામાં આવી છે.
કુતિયાણા બસ સ્ટેશન ખાતેથી ૧૦૦ રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં આવ્યા હતા. જેની ભાડાની રકમ ‚ા.૪,૧૭,૨૨૯ થાય છે. જેમાં પાસ યોજના મૂજબ ૮૨.૫% ભાડામાં અપાયેલ રાહત મુજબ ‚ા.૩,૪૪,૨૧૩ની રાહત આપવામાં આવી છે અને ગ્રામીણ ક્ધયા વિદ્યાર્થીની ૫૮ ફ્રી પાસ કાઢીને ૧૦૦%રાહત આપવામાં આવી છે. જેનાં ‚ા.૨,૮૪,૯૨૦ની રાહત આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે. કે,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.પોરબંદર દ્વારા હાલમાં અમલી સરકારની પાસ યોજનાઓ મુજબ વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ માટે અભ્યાસ અર્થે તેઓના વતનથી શાળા સુધી જવા/આવવા માટે એસ. ટી.નિગમ પોરબંદર દ્વારા શાળા/આઈ.ટી.આઈ/કોલેજના વિદ્યાર્થીઓને ૮૨.૫૦% ક્ધસેશનથી અને ગામડાની વિદ્યાર્થીનીઓને બિલકુલ મફત(ફ્રી) એસ.ટી બસ પાસની સુવિધા આપાવામાં આવે છે. જેમાં નવું સત્ર ખૂલતાંજ વિદ્યાર્થીઓને કુલ ક્ધસેસન પાસ-૬૯૦ તેમજ વિદ્યાર્થીનીઓને કુલ.૧૧૪૪ ફ્રી પાસ અભ્યાસ અર્થે આપવામાં આવ્યાં છે. આમ જિલ્લામાં કુલ ૧૮૩૪ વિદ્યાર્થી પાસ કાઢીને પાસ યોજનાઓ મુજબ ‚ા.૧,૧૦,૯૦,૩૮૬ ની રાહત અત્યાર સુધીમાં આપવામાં આવી છે.જિલ્લાનાં એસ ટી ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા સવારના ૮:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી પાસ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ખુશીની લાગણી જોવા મળી હતી. અને પાસ કાઢવાની કામગીરી કરતા કર્મચારીઓને પણ વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજર દ્વારા સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application