ઘરેથી એક વર્ષની બાળકી સાથે નીકળેલી મહિલા ભૂલી પડી જતા 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાથી જાગૃત નાગરિકએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવ્યું હતું કે, એક મહિલા તેના એક વર્ષના બાળક સાથે અહીં ગભરાયેલી હાલતમાં બેઠા છે તેને તેના માતાના ઘરે જવું છે પણ રસ્તો યાદ નથી તેમ કહી રહી છે આથી તેને મદદની જરૂર છે. ફોન કોલના આધારે તાલુકા પોલીસ સ્ટેશન લોકેશન પરની 181ની ટિમ સ્થળ પર પહોંચી મહિલાને સાંત્વના આપી હતી અને કાઉન્સિલિંગ કરતા મહિલાની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું લાગ્યું હતું. મહિલાને ઘરનું સરનામું પૂછતાં બરાબર યાદ ન હોય અને પોતાને એના માતાના ઘરે જવું હોય પરંતુ તેનું પણ સરનામું યાદ ન હોય, તેણીએ તેના ભાઈના મોબાઈલ નંબર આપતા 181ની ટીમે ફોન કર્યો હતો. તેના ભાઈએ પોતે મજૂરી કામે છે અને ઘરે માતા હશે તેમ વાતચિત ચાલુ હતી ત્યારે ફોન બંધ થઇ ગયો હતો. બાદમાં 181 વાનમા મહિલાને બાળક સાથે બેસાડી માધાપર ચોકડીથી અંદર તરફ વિસ્તારમાં ઘર શોધતા હતા ત્યારે પરસાણા વિસ્તાર પાસે એક રાહદારી મહિલાને બોલાવી પૂછતાં એ વાનમાં બેઠેલી મહિલાને ઓળખી ગયા હતા અને પાછળની શેરીમાં જ રહેતા હોવાનું જણાવતા 181ની ટિમ મહિલાના માતાના ઘરે પહોંચી પુત્રી અને પૌત્રને સુરક્ષિત સોંપ્યા હતા.
તેણીના માતાના કહેવા મુજબ દીકરીને માનસિક તકલીફ હોવાથી જમાઈ કામે ગયા હોય ત્યારે અવાર નવાર ઘરેથી નીકળી જાય છે. અભયમ ટીમે મહિલાના માતાને તેમની તબિયત અંગે કાળજી લેવા અને મહિલાને એકલા બહાર ન જવા જણાવ્યું હતું. પરિવારે 181 મહીલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટ ગાલામાં છેલ્લી ઘડીએ શકીરાને કોસ્ચ્યુમેં દગો દીધો
May 16, 2025 11:56 AMજામનગર જિલ્લામાં ૧૦૦ નવા સાયરન ખરીદવા નિર્ણય: કલેકટર
May 16, 2025 11:55 AMજામનગરની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 16, 2025 11:53 AMપોરબંદરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી
May 16, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech