બે માસથી પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભિયાન ટીમ

  • October 18, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે માસથી ઘરેથી નીકળી ભૂલી પડેલ યુવતીને અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી પરિવાર સુધી પહોચાડવામાં આવી


જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા  આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે  જેમાં ,જાગુત નાગરીકે  ૧૮૧ મહીલા હેલ્પલાઇન માં ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા  3થી 4 દિવસથી ધ્રોલ બસ સ્ટેન્ડમાં આંટા મારે છે ગભરાઈ હાલતમાં જોવા મળે છે જાગૃત નાગરિક દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું જણાવેલ નહીં તેથી મદદની જરૂર છે.


તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ગીતા બેન ધારવિયા પાયલોટ સુરજીત સિંહ વાઘેલા   સ્થળ પર પહાેચી પીડિતાને  આશ્વાશન  આપવા મા આવેલ અને તેમનુ વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરેલ જેમાં પીડિતા દ્વારા જણાવેલ તેઓ આશ્રમમાં રહે છે તેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા આશ્રમ ના મહંત શ્રી નો ફોન નંબર મેળવી વાત કરતા જણાવેલ પીડીતા બે દિવસ પહેલા બપોરે આવેલ ને જમીને જતા રહેલા વધારે પૂછ પરછ કરતા  જણાવેલ તેઓ જામનગરના મહાપ્રભુજીની  બેઠક વિશે વાત કરતા હતા તેથી પીડિતાને લઈને મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં તપાસ કરતા પીડીતાના કોઈ પાડોશી મળી આવેલ જેમની પાસેથી પીડિતાનું એડ્રેસ મેળવેલ અને તેમના ઘરે લઈ ગયેલ.


પીડિતાના પિતા સાથે વાત કરતા જણાવેલ બે માસથી પીડિતા ઘરેથી નીકળી ગયેલ તેથી બધી જગ્યાએ શોધખોળ કરેલ પરંતુ મળેલ નહીં તેથી નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ સુદાની અરજી આપેલ છે પીડિતા ની માનસિક સ્થિતિ સરખી ના હોવાથી તેઓ વારંવાર ઘરેથી નીકળી જાય છે આ પહેલાં પણ બે વાર થતા રહેલ પરંતુ જાતે જ આવતા રહે પીડિતા ને માનસિક સ્થિતિ સારી ના હોવાથી હોસ્પિટલની દવા પણ ચાલુ છે પરંતુ પીડીતા દવા સમયસર લેતા નથી પિતા પાસેથી પૂરી વાત જાણી કાઉન્સિલિંગ કરેલ ને પીડીતાને હવે પછી આવી રીતે ઘરેથી ન નીકળવા સમજાવેલ તેમજ દવા ટાઈમસર પીવા જણાવેલ પીડીતાના પિતાને પીડિતાનું ધ્યાન રાખવા જણાવેલ, આમ પીડિતાનું પરિવાર સાથે  પુનઃમિલન કરાવેલ તે બદલ પીડિતા નાં પતિ દ્વારા 181ટીમનો ખુબ આભાર વ્યકત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application