મહિલા ની મદદ માટે સતત રાત–દિવસ કાયેરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદપ રહી છે.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્રારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી નવાગામ ગામમાં છેલ્લા ચાર –પાચ કલાકથી મુજાયેલ હાલતમાં આંટા ફેરા કરે છે. ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ કાંઈ કહેતી નથી અને ચિંતામાં છે અને ખુબ જ રડે છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જર છે.
જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ વિજયભાઈ સ્થળ પર સગીરાની મદદ માટે પહોંચ્યા હતા સગીરાને ત્યાંના લોકોએ સુરક્ષિત એક દુકાન પાસે બેસાડેલી અને નાસ્તો કરાવ્યો હતો.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્રારા કિશોરીને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ વધુમાં કિશોરી નું કાઉન્સિલીગ કરતા જણાવેલ કે મારા મમ્મી મૃત્યુ પામેલા અને મારા પપ્પા હાલ મધ્ય પ્રદેશમાં છે. મારે ભાઈ–બહેન કોઈ નથી હજુ હાલ અમે મધ્યપ્રદેશથી હત્પં અને મારા દાદા–દાદી અને મારા ફુઈનો છોકરો મોરબી માં ખેતીકામકામ કરવા માટે આવ્યા છે. વધુમાં જણાવેલ કે મારી તબિયત સારી ન હોય તેથી હત્પં અને મારા દાદા અને દાદી મોરબી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા ત્યાંથી મારી સારવાર કરાવીને અને ગેટ બહાર નીકળ્યા અને મેં મારા દાદી પાસે પાંચ પિયા માંગ્યા પરંતુ મારા દાદીએ મને પૈસા ના આપ્યા માટે હું મારા દાદીનો હાથ મુકાવીને થોડી દુર જતી રહી થોડી વાર પછી મેં દાદા અને દાદી આમ તેમ ગોતીયા પરંતુ મળ્યા નહીં અને હું રડતી રડતી એક રીક્ષામાં બેસી ગયી મારી પાસે રિક્ષા ભાડું ન હોવાથી મને એક ગામમાં ઉતારી દીધી ત્યાં હું મારા દાદા અને દાદી ની રાહ જોતી હતી પરંતુ તેઓ આવ્યા નહીં.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્રારા કિશોરીને આજુબાજુ ના કારખાના વિસ્તાર અને વાડીમાં પણ લઈ ગયા અને લોકો સાથે પુછપરછ કરવામાં આવેલ પરંતુ કિશોરી ને કોઈ ઓળખતું ન હતું.આથી ૧૮૧ ટીમ અને શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહના મેનેજમેન્ટ પરેશભાઈ ત્રીવેદી અને અસ્મિતાબેન ગોસ્વામી સાથે મળીને ઘણા પ્રયત્નો બાદ કિશોરીના પરિવાર ના સભ્યોનો કોન્ટેકટ મેળવી અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા તેમને બોલાવી સોંપવામાં આવી હતી. પરિવારને ૧૮૧ ટીમ દ્રારા સલાહ,સુચન અને માગેદશેન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ દિકરીને શિક્ષણ આપવા બાબતે તેમના દાદા –દાદીને લાબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરી નું ધ્યાન રાખવા જણાવેલ. આમ સગીરાએ કયારેય પણ દાદા અને દાદીના જાણબહાર ન નીકળવાનો સંકલ્પ કર્યેા હતો કિશોરીના પરિવાર જનોએ તેમની દિકરી ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમ તેમજ નંદકુંવરબા આશ્રય ગૃહના ટીમનો આભાર વ્યકત કર્યેા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech