ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક 18 વર્ષની યુવતી ‘ઈન્દિરા’ 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. 32 કલાક બાદ તેને રેક્સ્યૂ ઓપરેશન કરી બહાર કઢાઈ હતી પણ જિંદગીનો જંગ હારી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઈન્દિરાને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ઈન્દિરાને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું મોત થયું હતું.
મોડીરાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ બાકી હતું, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી. જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું, પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યૂ કરી લીધું. પણ જીવિત રહી નથી.
નાનકડા ગામમાં લોકોમાં ભયનો માહોલ
અંતરિયાળ ગામ કંઢેરાઈમાં યુવતી બોરવેલમાં પડી જવાની ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓએ બોરવેલમાં પાઈપ વડે ઓક્સિજન પહોંચાડ્યું હતું. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થયા હતા. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે.
યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હતી
ઘટનાની ગંભીરતાને લઇ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech