અમેરિકામાં ૧૭મી સદીનો એક દુર્લભ ચાંદીનો સિક્કો હરાજીમાં રેકોર્ડ ૨.૫૨ મિલિયન ડોલર(૨૧.૨૬ કરોડ પિયા)માં વેચાયો હતો. આ એક નવો રેકોર્ડ છે. તેનું વજન માત્ર ૧.૧ ગ્રામ હતું અને તેમાં રહેલી ચાંદીની કિંમત આજે માત્ર ૧.૦૩ ડોલર છે.
૨૦૧૬માં એમ્સ્ટર્ડમમાં એક જૂના કબાટમાંથી મળેલો આ સિક્કો અમેરિકા જયારે બન્યું ન હતું એ પહેલા ૧૬૫૨માં બોસ્ટન મિન્ટ ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો. તેની હરાજી સ્ટેન્ક બોવર્સ ગેલેરી દ્રારા કરવામાં આવી. ૧૨ મિનિટ સુધી ચાલેલી બિડિંગ બાદ આ સિક્કો અંદાજિત કિંમત કરતાં ત્રણ ગણી વધુ કિંમતે વેચાયો હતો.
તેને થ્રીપેંસ સિક્કો કહેવામાં આવે છે, તેની એક બાજુ ન્યૂ ઈંગ્લેન્ડનો એન. ઇ. લખાયેલું છે અને બીજું બાજુ રોમન અંકોમાં તેની કિંમત લખેલી છે. આ સિક્કો એકદમ નાનો છે પરંતુ તેની દુર્લભતા અને ઐતિહાસિક મહત્વને કારણે તે અમેરિકી ટંકશાળની સ્થાપના પહેલા બનાવવામાં આવેલો સૌથી મોંઘો નોન–ગોલ્ડ અમેરિકી સિક્કો બની ગયો છે.
આ સિક્કો એટલા માટે પણ ખાસ છે કારણ કે આવા માત્ર ત્રણ સિક્કા બનાવવામાં આવ્યા હતા. એક સિક્કો મેસેચ્યુસેટસ હિસ્ટોરિકલ સોસાયટી પાસે છે. બીજો સિક્કો કેટલાક દાયકાઓ પહેલા યેલ કોલેજમાંથી ચોરી થઇ ગયો હતો. જો કે આ સિક્કાએ હરાજીમાં રેકોર્ડ તોડ કિંમત હાંસલ કરી છે, તેમ છતાં તે અમેરિકાનો સૌથી મોંઘો સિક્કો નથી બન્યો. અગાઉ ૨૦૧૩માં એક સિલ્વર ડોલર ૧૦ મિલિયન ડોલરમાં વેચાયો હતો. ૨૦૨૧માં ૧૯૩૩નો ડબલ ઇગલ સોનાનો સિક્કો ૧૮.૯ મિલિયન ડોલરમાં વેચાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech