રાયના શિક્ષણ વિભાગ દ્રારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાયભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવી નથી. આથી રાયભરની શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ઘટનો આંકડો ૧૭૫૦૦એ પહોંચ્યો છે. તેની સીધી અસર વિધાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. શિક્ષણ વિભાગ દ્રારા એકબાજુ ધોરણ–૧૦ અને ૧૨નું પરિણામ નીચું આવતા ગ્રાન્ટ કાપ જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામા આવતી નથી.રાયના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે માટે ટેટ, ટાટ પરીક્ષા પાસ શિક્ષકોની ભરતી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરવામાં આવે છે. જોકે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લ ા ચારેક વર્ષથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં આવી જ નથી. જેને પરિણામે પ્રવાસી શિક્ષકો કે કરાર આધારિત જ્ઞાન સહાયકોથી વિધાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. ત્યારે જો વિધાર્થીઓને ખરા અર્થમાં ગુણત્તાલક્ષી શિક્ષણ આપવું હોય તો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિષયવાર કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઇએ.
ઉપરાંત શાળાઓના વહિવટી કામગીરી કરતા બિન રીક્ષણિક કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી નથી. આથી શાળાની વહીવટી કામગીરી અમુક સમયે શિક્ષકો પાસે કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં નહીં આવતા હાલમાં આ ઘટનો આંકડો ૧૭૫૦૦એ પહોંચ્યો. છે. યારે બીજી તરફ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ધોરણ–૧૦નું પરિણામ ૩૦ ટકાથી નીચે આવે તો તેવી શાળાઓની ગ્રાન્ટ કાપ સહિતના પગલાં લેવામાં આવે છે. તેવી રીતે ધોરણ–૧૦ અને ૧૨નું પરિણામ જેટલા ટકા ઓછું આવ્યું છે. તેના આધારે તેટલા ટકા શાળાઓને મળવાપાત્ર ગ્રાન્ટમાં કાપ મુકવા સહિતના પગલાં લેવામાં આવી રહ્યા હોવાની ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી છે.
ત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શૈક્ષણિક કાર્ય કરાવી શકે તે માટે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી આશા શાળાઓના સંચાલકો રાખી રહ્યા છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૧૫૦૦૦ જેટલા વિષય શિક્ષકો, ૧૦૦૦થી વધારે આચાર્યેા, ૧૫૦૦થી વધારે વધારે કારકુનની જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગણી ગુજરાત રાય આચાર્ય સંઘે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech