ગુજરાતના ૧૭ પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

  • January 25, 2025 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્ર્રીય પર્વ પર અગલ અલગ કેટગરીમાં રાષ્ટ્ર્રપતિ એવોર્ડ આપવામાં આવે છે.ત્યારે આ વખત રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિત ગુજરાતના ૧૭ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. વિશિષ્ટ્ર સેવા બદલ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા ડીવાયએસપી દિગ્વીજયસિંહ ચુડાસમાને યારે સરહાનીય સેવા માટે જનાગઢ આઈજી નિલેશ જાંજડિયા તથા કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત ૯ ને તેમજ હોમગાર્ડ અને સિવિલ સર્વિસના છ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની માટે પસંદગી કરવામાં આવી છે.


૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પૂર્વે પોલીસ તેમજ આર્મી સહિતના વિભાગોમાં વિશિષ્ટ્ર સેવા તથા પ્રતિિત સેવા બદલ રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ૧૭ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ્ર તેમજ સરહાનીય સેવા માટે રાષ્ટ્ર્રપતિના હસ્તે એવોર્ડની જાહેરાત થઈ છે. તેમજ સિવિલ અને હોમગાર્ડ સર્વિસના ૬ અધિકારીઓને પણ રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની એનાયત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ ડિવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમાને રાષ્ટ્ર્રપતિ ચંદ્રક આપવામાં આવશે. યારે સરહાનીય સેવા માટે જે ૯ અધિકારીઓને રાષ્ટ્ર્રપતિના હસ્તે પ્રતિિત સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ આઈજી નિલેશ જાંજડિયા, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ ડિવાયએસપી એ.આર. પાંડોર સાથે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દેવદાસ બી બારડ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ દિલિપસિંહ યાદવ, એએસઆઈ હિરેનભાઈ બાબુલાલ વરાણવા, પીએસઆઈ બી.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર આનદં પ્રકાશ નેગી, હેમાંગ કુમાર મહેશકુમાર મોદીના નામે જાહેરાત થઈ છે


૯૪૨ કર્મીને સન્માનિત કરાશે
ગણતત્રં દિવસ ૨૦૨૫ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના ૯૪૨ કર્મચારીઓને વીરતા સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં ૯૫ જવાનોને વીરતા પદક, ૧૦૧ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્ર્રપતિ પદક, ૭૪૬ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના ૯ પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્ર્રપતિ પદકથી સન્માનીત કરાશે.


બ્રજેશ કુમાર ઝાએ રાજકોટનું ગૌરવ વધાયુ
રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનની અીકાંડની ઘટના બાદ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કમાર ઝાની રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિયુકતી કરાઇ હતી. બ્રજેશ કુમાર ઝાએ રાજકોટના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા અને શહેરીનજનોની સલામતી અને સુરક્ષા માટે સરહાનીય અને નોંધનીય કામગીરી કરી છે.રાજકોટ સીપી તરીકે ચાર્જ સંભાળ્યા પૂર્વે તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેકટર–૨ તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના ૧૯૯૯ બેચના આઇપીએસ અધિકારી છે. બ્રિજેશ ઝા મૂળ ઝારખંડના દેવઘરના વતની છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યેા હતો. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની રાષ્ટ્ર્રપતિ ચંદ્રક માટે પસંદગી થતા રાજકોટના ગૌરવમાં પણ વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application