રાજકોટ માટે આજે જાણે બ્લેક ફ્રાઈડે સાબિત થયો હોય તેમ એક જ રાતમાં બે મહિલાઓ સહિત 17 વ્યક્તિના જુદા જુદા કારણોસર મૃત્યુ થયા છે. તમામ મૃતદેહનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવતા આખી રાત માટે હોસ્પિટલનો પીએમ રૂમ ધમધમતો રહ્યો હતો તો બીજી બાજુ મૃતકોના પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી. મૃત્યુના કારણોમાં અકસ્માત, બીમારી, હાર્ટ અટેક, આપઘાત સહિતના બનાવોનો સમાવેશ થાય છે. પોલીસ પણ પંચરોજ કામ માટે સિવિલ હોસ્પિટલએ દોડતી રહી હતી. એક જ રાતમાં 17 વ્યક્તિના મૃત્યુથી રાજકોટમાં યમરાજાએ રાતથી મુકામ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
મૃતકોના નામ અને કારણ
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વરમાં સનરાઈઝ પ્રાઈઝમાં રહેતા ભુમિકાબેન મેહુલભાઈ ઠાકર (ઉ.વ.39) નામના મહિલા રાત્રે નવેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામનાર ભુમિકાબેનને સંતાનમાં એક દીકરો દીકરી છે, પતિ મેહુલભાઈ સીએનસીનું કામ કરે છે પરિવારે બ્રેઈન કેન્સર હોવાનું જણાવ્યું હતું. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કયર્િ હતા.
ઘનશ્યામ નગરમાં પ્રૌઢનું હાર્ટઅટેકથી મૃત્યુ
કોઠારીયા રોડ ઉપર ઘનશ્યામ નગરમાં રહેતા ઠાકરશીભાઈ ગોબર ખસિયા (ઉ.વ.57) નામના આધેડ રાત્રીના સાડા દસેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા. મૃતક ઠાકરશીભાઈ ચાર ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારે અટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવથી સ્વજનોમાં શોક છવાયો છે.
જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં આધેડનું હૃદયથંભી ગયું
જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતા ધનજીભાઈ ગોવીંદભાઈ વાઘેલા (ઉ.વ.55) રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલી કનૈયા હોટેલએ ચા પીવા ઉભા હતા ત્યારે ચા પીતી વખતે અચાનક બેભાન થઇ ઢળી પડતા માણસો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પરિવારજનોએ અટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
શ્રધ્ધાનગર હરિજનવાસમાં આધેડનું હ્દયથંભી ગયું
મોચીબજાર શ્રધ્ધાનગર હરિજનવાસમાં રહેતા કમલેશભાઈ વિનુભાઈ સોલંકી (ઉ.વ.46) નામના આધેડ રાત્રીના એકાદ વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃતક કમલેશભાઈ ત્રણ ભાઈ ચાર બહેનમાં નાના હતા અને છૂટક મજૂરી કામ કરતા હતા. તેને અટેક આવી ગયો હતો. પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલએ પહોંચી જરૂરી કાગળો કયર્િ હતા.
લક્ષ્મીના ઢોળે રહેતા પ્રૌઢાએ બેભાન હાલતમાં દમ તોડ્યો
શહેરના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળે રહેતા મંજુબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.53) નામના પ્રૌઢા ગત બપોરે એકાદ વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મંજુબેન જલારામ હોટેલમાં વાસણ સાફ કરવા માટે જતા હતા અને પતિ રમેશભાઈ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લક્ષ્મીછાયા સોસાયટીમાં આધેડનું બીમારીથી મૃત્યુ
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર લક્ષ્મીછાયા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.54) નામના આધેડ રાત્રે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મુત્યુ નીપજ્યું હતું. મૃતક સુરેશભાઈ પાંચભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર છે. પોતે સિલાઈ કામ કરતા હતા. કેટલાક સમયથી પિતાશયની બીમારી હોય તેની દવા પણ ચાલુ હતી. ગઇસાંજે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ગયા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા. આધેડના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
શાપર નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત
ગોંડલ હાઇવે પર કિશાન પંપ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવક મળી આવતા કોઈ રાહદારીએ 108ને ફોન કરતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પુછપરછ કરતા પોતાનું નામ રૂખરામ ભીખારામ બેનીવાલ (ઉ.વ.45-રહે-બાડમેર, રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. બાદમાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. પોલીસએ હોસ્પિટલ પહોંચી યુવકના પરિવારજનોને જાણ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી બે પુત્ર છે પોતે ટ્રક હંકારતો હતો. કોઈ વાહન અડફેટે ચડી જતા અકસ્માતમાં મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે, વધુ તપાસ શાપર પોલીસે હાથ ધરી છે.
રૈયાધારમાં મહિલાનું બીમારી સબબ મૃત્યુ
રૈયાધારમાં સરકારી શાળા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા વીણાબેન શૈલેષભાઇ ભટ્ટ (ઉ.વ.49) નામના મહિલાની તબિયત લથડતા તા.7ના સવારે સિવિલ હોસ્પિટલના વોર્ડ 10માં દાખલ થયા હતા જેનું અઠવાડિયાની સારવાર દરમિયાન ગત રાત્રીના મૃત્યુ થતા પોલીસ કેસ થતો હોવાથી હોસ્પિટલ સ્ટાફે રિસ્ટ્રોગેટ એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી હતી. મૃતક વીણાબેનને સંતાનમાં એક દીકરો દીકરી છે અને પતિ શૈલેષભાઇ નિવૃત જીવન જીવે છે. તેઓને કેન્સરની બીમારી હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.
પારેવડી ચોકમાં રહેતા બારદાનના વેપારીનું હાર્ટ એટેકથી મુત્યુ
શહેરના પારેવડી ચોક પાસે સદગુરુ ધામ એપાર્ટમેન્ટમાં રહેતા બારદાનના વેપારી નીતિભાઈ લક્ષ્મીદાસ કેસરિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ રાત્રે દોઢેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામા આવ્યા હતા જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન મુત્યુ થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક નીતિનભાઈ પાંચ ભાઈ એક બહેનમાં વચેટ હતા અટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
બે દિવસ પહેલા સળગેલા વૃધ્ધાનું મોત
કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટી-9માં રહેતા મણીબેન કુરજીભાઈ સખીયા (ઉ.વ.80) નામના વૃધ્ધા ગત તા.12ના રોજ રાત્રીના બે વાગ્યે ઘરે મેડી ઉપર સાડીઓ ભેગી કરી ભડકો કરતા શરીરે દાઝી જવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા આજે વહેલી સવારે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકની માનસિક સ્થિતિ સારી નહોવાથી તેની દવા પણ ચાલુ હતી. મગજ ભમતા પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.
લીંબડી નજીક રિક્ષા પલ્ટી જતા વઢવાણની મહિલાનું મોત
સુરેન્દ્રનગરના વઢવાણ ગામે રહેતા હસીનાબેન યુસુફભાઈ પરમાર (ઉ.વ.42) નામના મહિલા ગત તા.29-1ના ફારૂકભાઈની રીક્ષામાં બેસી વઢવાણ જતા હતા ત્યારે લીંબડી નજીક રિક્ષા પલ્ટી જતા ગંભીર ઇજા થવાથી પ્રથમ લીબડી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું લાંબી સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી હતી.
કાગદડી પાસે સ્કૂટર સ્લીપ થતા મોરબીના પ્રૌઢનું મોત
મોરબીના કુબેરનગર-1માં રહેતા જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.65)નામના પ્રૌઢ ગઈકાલે રાજકોટના વાલ્કેશ્વરીમાં રહેતી દીકરી જાગૃતિબેન વિશાલભાઈ કાચાના ઘરે આટો દેવા આવ્યા હતા અને સાંજે પ્લેઝર સ્કૂટર લઇ મોરબી જવા નીકળ્યા હતા ત્યારે કાગદડી પાસે સ્કૂટર સ્લીપ થતા પ્રૌઢને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ બે ભાઇમાં નાના હતા અને સંતાનમાં બે દીકરી છે,. પોતે મજૂરી કામ કરતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
સાતમા માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત
શહેરના કુવાડવા રોડ પર લોકમાન્ય ટાઉનશીપમાં રહેતા હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.33) નામના યુવકે એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડતું મુકતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે રહેવાસીઓ દોડી આવ્યા હતા અને તાકીદે હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા આવ્યો હતો પરંતુ જીવ બચી શક્યો ન હતો. બનાવના પગલે બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી પંચરોજ કામ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવક હરદેવ ત્રણભાઇમાં વચેટ હતો અને સંતાનમાં એક દીકરો છે. પોતે રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગૃહ ક્લેશથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બેડી ચોકડી પાસે ઝાડમાં દોરી બાંધી આધેડએ ફાંસો ખાધો
બેડી ચોકડી નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ઝાડમાં દોરી બાંધેલી હાલતમાં યુવક લટકતો જોવા મળતા કોઈએ પોલીસ અને 108ને જાણ કરતા 108 અને બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને 108ના ઇએમટીએ યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી, મૃતકની ઉંમર આશરે 55 વર્ષ જેટલી છે અને ઓળખ માટે કોઈ પુરાવા ન મળતા અજાણ્યા તરીકે નોંધ કરી વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
ગોવર્ધન ચોક પાસે બાઇકે હડફેટે લેતા ઘવાયેલા પ્રૌઢાનું મોત
ગઇ તા.11 ના શહેરના 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે બાઇકે હડફેટે લેતા શોભનાબેન કિશોરભાઇ પરમાર(ઉ.વ 58 રહે. ખોડીયાર સોસાયટી પ્લોટ નં.90 રાજકોટ) નામના પ્રૌઢા ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને પ્રથમ દોશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.બાદમાં બી.ટી.સવાણી હોસ્પિટલમાં અંગદાન માટે લાવવામાં આવતા અહીં ગઇકાલે સમી સાંજના પ્રૌઢાએ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.બનાવને લઇ માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
લક્ષ્મીછાયા સોસાયટીમાં બીમાર સબબ પ્રૌઢનું મોત
150 ફૂટ રીંગરોડ પર આવેલી લક્ષ્મીછાયા સોસાયટીમાં રહેતા સુરેશભાઇ મગનભાઇ વાળા(ઉ.વ 54) છેલ્લા ઘણા સમયથી બીમાર હોય જેથી દરમિયાન ગઇકાલે રાત્રીના તેઓ ઘરે બીમારી સબબ બેભાન થઇ જતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રૌઢને મૃત જાહેર કયર્િ હતાં.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રસુતીની પીડા ઉપડયા બાદ બેભાન થઇ જતા સગભર્નિું મોત
શહેરના કોઠારીયા રોડ પર પ્રમાણી હોલ પાસે તીરૂપતી સોસાયટી શેરી નં. 5/10 ના ખુણે રહેતા દયાબેન આશીષભાઇ સોલંકી(ઉ.વ 36) નામના સગભર્નિે પ્રસુતીની પીડા ઉપડયા બાદ તેને નવનીત હોલ પાસે આવેલી આદિત્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગભર્નિે પ્રસુતીની પીડા સહન ન થતા તે બેભાન થઇ હતી.બાદમાં અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ કરતા ભકિનગર પોલીસે અહીં આવી જરૂરી કાર્યવાહી કરી હતી.
પારેવડી ચોક પાસે બેકરીમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
પારેડવડી ચોક પાસે આવેલી ઇન્ઝી બેકરીમાં કામ કરતા નઇમ હુશેનભાઇ (ઉ.વ 24) નામના યુવાને ગઇકાલે સમી સાંજના અહીં બેકરીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.જેની જાણ થતા 108 ને જાણ કરવામાં આવી હતી.108 ના ઇએમટીએ અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાન કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસે તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech