એક તરફ ઠંડી તેનો કહેર વતર્વિી રહી છે અને હિમ વષર્નિી મજા લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલના અને ખાસ કરીને કુલ્લુ. મનાલી વગેરે સ્થળોએ પહોચ્યા છે ત્યારે હિમાચલના કુલ્લુ પાસેના ગામમાં એક મોટી આગની ઘટના સામે આવી છે. જેમાં 17 ઘર બળીને ખાખ થઈ ગયા હોવાનું ખુલ્યું છે. જો કે જાનહાનીની વિગતો મળી નથી પરંતુ અહી મોટા ભાગના ઘરો લાકડાના હોવાથી આગ બહુ જલ્દી પ્રસરી હોવાનું અને કરોડોનું નુકસાન થયાનું સામે આવ્યું છે.
હિમાચલના કુલ્લુમાં ભીષણ આગની ઘટના બની છે. આ ભયાનક આગમાં 17 ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.નવા વર્ષના પહેલા દિવસે આ અકસ્માતથી ત્યાંના લોકો ચોંકી ગયા છે. આ અકસ્માતમાં કરોડોનું નુકસાન થવાની આશંકા છે. આગની આ ઘટના કુલ્લુના ટાંડી ગામમાં બની હતી, મળતી માહિતી મુજબ નવા વર્ષના પહેલા દિવસે આગની ચિનગારી ફાટી નીકળી હતી જે બાદમાં ખુબ ઝડપથી પ્રસરી હતી. આગની લપેટમાં આવેલા મકાનોમાં દેવતા ગઢપતિ શેષનાગનો ભંડાર પણ સામેલ હતો. નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુલ્લુ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ઘટના ડરામણી છે. કુલ્લુમાં મોટાભાગના ઘરો લાકડાના બનેલા છે. આવી સ્થિતિમાં આગની લપેટમાં આવતા જ તેઓ બળીને રાખ થઈ ગયા હતા. ભારે નુકશાન થવાની સંભાવના છે. ટંડી ગામ જ્યાં આગ લાગી હતી તે રોડથી લગભગ 100 કિમી દૂર છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશપથ પહેલા અમેરિકન બંધકોને મુક્ત નહીં કરો તો નરકના તમામ દરવાજા ખોલી દઈશ: ટ્રમ્પની હમાસને વોર્નિંગ
January 08, 2025 12:29 PM'લવયાપા' બોક્સ ઓફીસ પર સફળ રહી તો સિગરેટ છોડીશ: આમીર
January 08, 2025 12:24 PMરામ ચરણની 'ગેમ ચેન્જર' હિન્દી માર્કેટમાં દમ નહી બતાવી શકે
January 08, 2025 12:22 PMઆઇકોનિક અભિનેતા અમિતાભ અંધશ્રદ્ધાળુ પણ છે
January 08, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech