નાણાપંચના સભ્યો પાસે ચેરમેન નિલેશ કગથરાએ જામનગરની વસ્તીને ઘ્યાનમાં લઇને આગામી દિવસોમાં થનારા વિકાસ કામો માટે નાણા આપવા વિસ્તૃત માંગણી કરી: રિવરફ્રન્ટ, રોડ-રસ્તા સહિતના કામો માટે અનુદાન ફાળવો
આગામી દિવસોમાં જામનગર શહેરના વિકાસ માટે કોર્પોરેશનને નાણાની સખત જર છે, સોમવારે મળેલી 16માં નાણાપંચની બેઠકમાં જામ્યુકોની સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ પંચ સમક્ષ જામનગરના રિવરફ્રન્ટ, રોડ-રસ્તા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ટાઉનહોલ સહિતના કામો માટે ા.2 હજાર કરોડ આપવાની માંગણી કરી છે, જામનગરની વસ્તી 7.80 લાખ થઇ ચૂકી છે, રીલાયન્સ, એસ્સાર તથા અન્ય કંપનીઓમાં હજારો કર્મચારીઓ અને મજુરો કામ કરે છે, ત્યારે જામનગરનો વિકાસ ખુબ જ જરી છે માટે જામનગર કોર્પોરેશનને તાત્કાલીક નાણા ફાળવવા ભારપૂર્વક રજૂઆત ચેરમેન દ્વારા કરવામાં આવી છે.
સોમવારે 16માં નાણાપંચની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી જેમાં આઠેય મહાનગરોના મેયર અને ચેરમેન હાજર રહ્યા હતાં, જામનગર તરફથી અનિવાર્ય સંજોગોને કારણે મેયર હાજર રહ્યા ન હતાં, ચેરમેને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કચ્છની ખાડીની નજીક જામનગર શહેર આવેલું છે, સમૃઘ્ધ ઇતિહાસ, સંસ્કૃતિનું મહત્વ અને ઔદ્યોગીક મહત્વ માટે આ શહેર જાણીતું છે, લાખોટા કોઠા, બાલા હનુમાન મંદિર પણ જામનગરમાં છે અને 1964થી રામધૂન સતત બોલાય છે.
આ ઉપરાંત જામનગરને ભારતનું તેલ શહેર પણ ગણવામાં આવે છે, કારણ કે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટામાં મોટો પ્લાન તેલ રીફાઇનરી પરીસર અને ન્યારા એનર્જીનો પ્લાન જામનગરની બાજુમાં છે, બ્રાસ ઉદ્યોગ, પીતળ ઉદ્યોગ, બાંધણી જામનગરની વખણાય છે, ઉપરાંત ખીજડીયા બર્ડ સેન્ચયુરી પણ જામનગરની નજીક છે, લાખો યાત્રાળુઓ દ્વારકાના દર્શને આવે છે તે જામનગર થઇને જાય છે, જામનગરનું ક્ષેત્રફળ 128 કિ.મી. છે, આમ જોઇએ તો જામનગરની જનસંખ્યા 10 લાખથી વધુ થઇ જાય છે.
જામનગર કોર્પોરેશન દ્વારા 2021માં ગુજરાતનો પ્રથમ વેર્સ્ટ ટુ એર્ન્જી પ્લાન નાખવામાં આવ્યો છે, 7.50 મેગા વોટની વિજળી ઉત્પાદન ક્ષમતા અને 600 ટન પ્રતિદિન કચરાના નિકાલની ક્ષમતા પણ છે, 16માં નાણાપંચ સમક્ષ તેમણે રજૂઆત કરી હતી કે, જામનગરને સ્માર્ટ સીટી તરીકે સામેલ કરવા અમારી માંગણી છે, 2015 અને 2022માં પણ સ્માર્ટ સીટીમાં સામેલ કરવા રજૂઆત થઇ હતી, પરંતુ તે શકય બન્યું નથી, શહેરમાં રિવરફ્રન્ટ યોજના પણ અમલમાં આવશે, વ્હોરાના હજીરાથી ગાંધીનગર સ્મશાન સુધીના ભાગમાં નદીને ચેનલેન કરીને રીર્ટનીંગ દિવાલ બનાવવાની યોજના કરી રહ્યા છીએ, રિવરફ્રન્ટ યોજનામાં 5 વર્ષમાં 1 હજાર કરોડની ગ્રાન્ટ આપવા અમારી માંગણી છે તેમજ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પણ વિશેષ ગ્રાન્ટ આપવા અને જામનગરને વિશેષ મામલામાં ગ્રાન્ટ આપીને સ્માર્ટ સીટીમાં આ નગરનો સમાવેશ કરવો જોઇએ.
આગામી દિવસોમાં રિવરફ્રન્ટની સાથે મુલ્યવાન જલ સંશોધન યોજના અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે નાણાની ખુબ જર છે ત્યારે ા.2 હજાર કરોડ ફાળવવા અમારી માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અંતરીક્ષમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech